Gandhinagar,તા.23
ઇતિહાસની સૌથી મોટી વિશેષતા એ છે કે એ મોટાભાગે એવી ક્ષણોમાં રચાતો હોય છે, જ્યારે કોઈની નજરમાં તે ક્ષણ અસામાન્ય કે વિશેષ નથી હોતી. એક બાળકનો પ્રથમ વખત શાળામાં પ્રવેશ થવો એ પણ આમ તો એક સામાન્ય ઘટના જ લાગે છે. પણ જે નજરો આ સામાન્ય લાગતી બાબતમાં ઊંડાણ જુએ છે, તે જાણે છે કે એ એક નાનકડા પગલામાં કેટલીય પેઢીઓનું ભવિષ્ય સમાયેલું હોય છે. શાળામાં પ્રવેશી રહેલા બાળક માટે એ શાળાનું દ્વાર જ નથી ખૂલતું, પરંતુ તેની સાથે તેના પરિવાર માટેની સંભાવનાઓ પણ ખૂલે છે, સમાજની આશાઓને નવી પાંખો મળે છે અને આવનારા કાલની અસંખ્ય શક્યતાઓ પણ તે ક્ષણે જન્મ લેતી હોય છે. આ જ કારણ છે કે, જ્યારે આપણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વર્તમાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની ૨૩ વર્ષોની ગૌરવશાળી યાત્રા પર નજર કરીએ છીએ, ત્યારે તે ફક્ત કોઈ સરકારી અભિયાનની સાફલ્યગાથા જ નથી લાગતી, પરંતુ તે એક એવા સામાજિક પરિવર્તનની ગાથા લાગે છે, જેણે ગુજરાતની અનેક પેઢીઓને જીવનની નવી દિશા પ્રદાન કરી છે.
જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વર્ષ ૨૦૦૩માં આ અભિયાનનો પાયો નાખ્યો હતો, ત્યારે રાજ્ય અનેક સામાજિક અને વિકાસલક્ષી પડકારોનો સામનો કરી રહ્યું હતું. શિક્ષણનું ક્ષેત્ર પણ એ પડકારોમાંનું એક હતું. વર્ષ ૨૦૦૧-૦૨માં શાળા છોડીને જનારા બાળકોનો દર ૩૭ ટકાથી પણ વધુ હતો, એટલે કે લગભગ દરેક ત્રીજું બાળક શિક્ષણના મુખ્ય પ્રવાહમાંથી બહાર થઈ જતું હતું. રાજ્યના અનેક પરિવારોમાં હજુ પણ શિક્ષણના મહત્વ અંગે પૂરતી જાગૃતિનો અભાવ હતો, જ્યારે સામાજિક અને આર્થિક મર્યાદાઓના કારણે દીકરીઓના શિક્ષણને વિશેષ પડકારોનો સામનો કરવો પડતો હતો.
એવા સમયે આપણા લોકપ્રિય જનનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક એવો વિચાર રજૂ કર્યો, જે સાંભળવામાં ભલે સરળ લાગતો હોય, પરંતુ તેનાં પરિણામો આગળ જતાં અત્યંત ક્રાંતિકારી સાબિત થયાં. નસ્ત્રશિક્ષણ માત્ર સરકારનો વિષય નહીં, પરંતુ સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ,સ્ત્રસ્ત્ર આ વિચાર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિચાર હતો, અને આ જ વિચારે આ અભિયાનને માત્ર એક વહીવટી કાર્યક્રમ સુધી સીમિત ન રાખતાં, જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેણે શાસન અને સમાજ વચ્ચેનું અંતર દૂર કરી દીધું. મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ સુધી, ધારાસભ્યોથી લઈને ઈંઅજ, ઈંઙજ અને ઈંઋજ અધિકારીઓ સુધી, સૌ કોઈ ગામે-ગામ પહોંચ્યાં, પરિવારોને મળ્યાં અને બાળકોનો હાથ પકડીને તેમને શાળાના દ્વાર સુધી લઈ ગયાં. છેલ્લાં ૨૩ વર્ષોથી આ પરંપરા અવિરત ચાલુ રહી છે.
કોઈ વ્યક્તિએ રજૂ કરેલા વિચારની સાચી શક્તિ તેના શબ્દોમાં નહીં પરંતુ, તે વિચારને અમલી બનાવ્યા પછી તેનાં પરિણામોમાં જોવા મળે છે. છેલ્લાં ૨૩ વર્ષોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના વિચારે પણ પોતાની સાર્થકતા આ જ કસોટી પર સાબિત કરી છે. આ પહેલની સૌથી મોટી ઉપલબ્ધિ ફક્ત શાળાઓ સુધી બાળકોની પહોંચમાં થયેલો વધારો જ નથી, પરંતુ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના માધ્યમથી શિક્ષણ દ્વારા લાખો જીવનમાં આવેલું સકારાત્મક પરિવર્તન તેની સૌથી મોટી સિદ્ધિ છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે બાળકોએ પ્રથમ વખત શાળામાં પગ મૂક્યો હતો, તેમાંથી આજે કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક, તો કોઈ સફળ ઉદ્યોગ-સાહસિક છે; પરંતુ, આ તમામની એક સમાન ઓળખ એ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી વિચારસરણી અને શાળા-પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી રથયાત્રા જેવા પ્રયાસોએ તેમને શિક્ષણના માધ્યમથી પોતાનાં સપનાંઓને સાકાર કરવાની તક પ્રદાન કરી છે.
કોઈ પણ સમાજમાં કાયમી પરિવર્તન ત્યારે આવે છે, જ્યારે તે સમાજની દીકરીઓ પ્રગતિ કરે છે. મોદીજી તેમના નેતૃત્વના પ્રારંભિક તબક્કામાં જ સમજી ગયા હતા કે ગુજરાતના ભવિષ્યને જો સશક્ત બનાવવું હશે તો દીકરીઓના શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવું જ પડશે. આ વિચાર સાથે કન્યા કેળવણી રથયાત્રાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો એક અભિન્ન ભાગ બનાવવામાં આવ્યો. છેલ્લા બે દાયકાઓમાં ગુજરાતમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે સમાજના દૃષ્ટિકોણમાં જે પરિવર્તન આવ્યું છે, તે માત્ર સરકારી પ્રયાસોનું પરિણામ નથી, પરંતુ એક સામૂહિક જાગૃતિ અને ચેતનાનું પરિણામ છે. આજે માતા-પિતા પોતાની દીકરીઓને શાળામાં મોકલવા સુધી જ સીમિત નથી રહેતાં, પરંતુ તેમને ઉચ્ચ શિક્ષણની નવી ઊંચાઈઓ સર કરતી અને પોતાનાં સપનાંઓને સાકાર કરતી જોવા પણ આતુર રહે છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા સામાજિક પરિવર્તનના આ સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે, જેની હેઠળ ધોરણ ૯થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને રૂ.૫૦,૦૦૦ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે જ, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે, જેના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ રૂ.૨૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે. અમારો દૃઢ સંકલ્પ છે કે, આર્થિક મર્યાદાઓ હવે કોઈ પણ વિદ્યાર્થીનાં સપનાંઓને અવરોધશે નહીં.
શિક્ષણનો ઉદ્દેશ માત્ર બાળકોનું શાળામાં માત્ર નામાંકન સુનિશ્ચિત કરવાનો નથી હોતો, પરંતુ તેની સાચી સાર્થકતા ત્યારે સાબિત થાય છે, જ્યારે બાળક શાળામાં રહીને શીખવાની જિજ્ઞાસા, વિચારવાની સ્વતંત્રતા અને પોતાની અંદર રહેલી સંભાવનાઓને ઓળખવાની દૃષ્ટિ વિકસાવી શકે. આ જ વિચાર સાથે વર્ષ ૨૦૦૯માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલો ગુણોત્સવ આજે ગુણોત્સવ ૨.૦ (ૠજચઅઈ) તરીકે વિકસ્યો છે, અને શાળાઓમાં ગુણવત્તા આધારિત મૂલ્યાંકનની એક સુદૃઢ પરંપરા સ્થાપિત થઈ છે. તે જ રીતે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને અનુરૂપ વિકસિત કરવામાં આવેલ સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (જચઅઅઋ) અંતર્ગત શાળાઓની ગુણવત્તાના મૂલ્યાંકન માટે ૨૧૧ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જે બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
વધુમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને અનુરૂપ ગુજરાતે ૫+૩+૩+૪ શૈક્ષણિક માળખું પણ અમલમાં મૂક્યું છે અને બાલવાટિકાનું સાર્વત્રિક અમલીકરણ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ સાથે આધુનિક ટૅકનૅલૉજીએ પણ આ યાત્રામાં એક સશક્ત ભૂમિકા ભજવી છે. ડિજિટલ રીતે જન્મનોંધણીની સિસ્ટમ અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટિમના એકીકરણથી પ્રત્યેક બાળક સુધી પહોંચ અને તેનું સતત મોનિટરિંગ સુનિશ્ચિત થયું છે. આ ઉપરાંત, ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જે ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) સંચાલિત શૈક્ષણિક મોનિટરિંગ વ્યવસ્થા છે, તે સમગ્ર શિક્ષણ-પ્રણાલીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરે છે. આ જ વ્યવસ્થા હેઠળ કાર્યરત અઈં આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટિમ સંભવિત રીતે શાળા છોડવાનું જોખમ ધરાવતાં બાળકોની અગાઉથી ઓળખ કરીને સમયસર જરૂરી માર્ગદર્શન આપે છે. રાજ્ય સરકારના આ પ્રયાસો દર્શાવે છે કે અમે શાળા પ્રવેશોત્સવની મૂળ ભાવનાને આધુનિક યુગમાં એક નવી પ્રાસંગિકતા પ્રદાન કરી છે.
કોઈ પણ અભિયાનની સાચી તાકાત ત્યારે સિદ્ધ થાય છે, જ્યારે સમાજ પોતે જ તેનો ભાગીદાર બને. છેલ્લા ૨૩ વર્ષોમાં જનતા અને વિવિધ સંસ્થાઓ દ્વારા શાળાઓને લગભગ રૂ.૩૨૬ કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. એ જ રીતે, શાળા વ્યવસ્થાપન સમિતિઓમાં ૭૫ ટકા વાલીઓની ભાગીદારી અને ૫૦ ટકા મહિલા પ્રતિનિધિત્વે શિક્ષણને સાચા અર્થમાં એક સામૂહિક જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું છે. આ ઉપરાંત, ગુજરાત સરકારની મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ જેવી યોજનાઓ આજે એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે નવી તકોનાં દ્વાર ખોલી રહી છે, જેઓ પ્રતિભા ધરાવતા હોવા છતાં સંસાધનોના અભાવે પોતાનાં સપનાંઓને અધૂરાં છોડવા માટે મજબૂર બની જતા હતા.
આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પ્રસંગે કહ્યું હતું કે, નસ્ત્રજો આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય, તો આપણા બાળકોના સપનાઓને બળ આપવું પડશે.થથ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની ૨૩ વર્ષની આ યાત્રા તેમના આ વિચારનું જીવંત પ્રતિબિંબ છે.
ધરતીમાં બીજ રોપનાર જાણતો હોય છે કે તે પોતે કદાચ એ બીજમાંથી ઊગનારા વૃક્ષની છાયામાં ક્યારેય નહીં બેસી શકે, છતાં પણ તે સંપૂર્ણ વિશ્વાસ સાથે બીજને ધરતીમાં રોપે છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા પણ આદરણીય મોદીજી દ્વારા વાવવામાં આવેલું એવું જ એક દૂરંદેશી બીજ છે, જે આજે શિક્ષણ, સમાન તકો અને સામાજિક જાગૃતિના વિશાળ વટવૃક્ષ તરીકે આપણી સમક્ષ ઊભું છે, જેની છાયામાં ગુજરાતની નવી પેઢીઓ પોતાનાં સપનાંઓને આકાર આપી રહી છે.
સમય વીતે છે, નેતૃત્વ બદલાય છે, યોજનાઓ પણ બદલાતી રહે છે, પરંતુ, કેટલાંક વિચારબીજ એવા હોય છે, જે પેઢીઓના ભાગ્યનો અભિન્ન હિસ્સો બની જાય છે. આ પહેલ એવા જ એક વિચારની જીવંત અભિવ્યક્તિ છે, જેણે લાખો બાળકોને તક, લાખો દીકરીઓને આત્મવિશ્વાસ અને સમગ્ર સમાજને નવી દિશા પ્રદાન કરી છે. ભવિષ્યની પેઢીઓ જ્યારે ગુજરાતની વિકાસયાત્રાનો ઇતિહાસ લખશે, ત્યારે પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ પ્રયાસોને એક ઐતિહાસિક સામાજિક ક્રાંતિ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.
–

