અગાઉ બે પુરુષ ઉપવાસીની તબિયત બગડી હતી
(રવિ નિમાવત દ્વારા) મોરબી તા.૨૩
મોરબીના જેતપર ગામે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન મામલે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં કુલ છ પુરુષ અને ૩ મહિલાઓ ઉપવાસી છાવણીમાં બેસી વિરોધ કરી રહ્યા છે અગાઉ એક ઉપવાસીની તબિયત બગડી હતી તો કાલે સોમવારે નીલેશ એરવાડિયાની તબિયત લથડી હતી અને બાદમાં સાંજે બે મહિલા આંદોલનકારીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
જેતપર ગામે ગત તા. ૧૮ ના રોજ ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું હતું જેમાં પાંચ ખેડૂતો જોડાયા હતા બાદમાં સંખ્યા વધતા હાલ ૬ પુરુષ અને ૩ મહિલાઓ ઉપવાસી છાવણીમાં વિરોધ કરી રહ્યા છે અગાઉ બે પુરુષ આંદોલનકારીની તબિયત બગડી હતી તો સોમવારે આમરણાંત ઉપવાસ પર બેઠેલા બે મહિલાની તબીયત લથડી હતી નિર્મલાબેન રામજીભાઈ અઘારા અને દક્ષાબેન દીપકભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી બંનેને જેતપર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો આંદોલનકરીઓ વળતર મુદેની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી લડી લેવા મક્કમતા દર્શાવી હતી
જેતપરના ખેડૂતોને વાતચીત કરવા સરકાર દ્વારા આમંત્રણ
જેતપર ગામે ઉપવાસ આંદોલન સતત ચાલી રહ્યું છે જેને એક બાદ એક ગામના ખેડૂતોનું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે જેતપર ગામે ચાલતા ઉપવાસ આંદોલન સ્થળની પ્રાંત અધિકારીની ટીમે મુલાકાત લીધી હતી અને જેતપરના ખેડૂતોને વાતચીત કરવા સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું ઉપવાસીઓએ હાલ જે કામ ચાલી રહ્યું છે તે પ્રથમ બંધ કરવા માંગ કરી હતી અને ખેડૂતોએ પોતાની માંગણીઓ લેખિતમાં મુખ્યમંત્રીને મોકલી આપી છે
જેતપર ઉપવાસી છાવણીમાં બુધવારે મહા રક્તદાન કેમ્પ
જેતપર ખેડૂત આંદોલનમાં બુધવારે તા. ૨૪ ના રોજ સવારે ૯ કલાકે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને રક્તદાન કેમ્પમાં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે અન્નદાતા હવે રક્તદાતા બનીને ગુજરાતના તમામ લોકોની અંતર આત્મા જગાડશે અગાઉ ફેબ્રુઅરી ૨૦૨૫ માં રીબડા ખાતે મેગા રક્તદાન કેમ્પમાં ૫૪૧૯ બોટલો રક્તદાન કરી વર્લ્ડ બૂક ઓફ રેકોડ્ર્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેતપર ગામે મહા રક્તદાન કેમ્પમાં તેનાથી વધુ રક્તદાન કરી વર્લ્ડ બૂક ઓફ રેકોડ્ર્સમાં સ્થાન મેળવવા માટે રક્તદાન કેમ્પ યોજાશે તેમ જણાવ્યું હતું

