Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat High Court માં હવેથી હેલ્મેટ ફરજિયાત, નહીં તો એન્ટ્રી નહીં… ચીફ જસ્ટિસનું ફરમાન
    અમદાવાદ

    Gujarat High Court માં હવેથી હેલ્મેટ ફરજિયાત, નહીં તો એન્ટ્રી નહીં… ચીફ જસ્ટિસનું ફરમાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,09

    ગુજરાત હાઇકોર્ટે મંગળવારે (8 ઑક્ટોબર) રાજ્યના અધિકારીઓને 15 દિવસની અંદર ટુ-વ્હીલર સવાર, જેમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટના નિયમનો કડક અમલ શરુ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. ચીફ જસ્ટિસે જાહેરનામું બહાર પાડી અધિકારીઓને ટુ-વ્હીલર પાછળ બેસનારને પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો છે.

    જનહિતની અરજીનો વ્યાપ વધાર્યો

    અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પાંજરાપોળ ચાર રસ્તા પર ફ્લાયઓવર બનાવવાની યોજનાનો વાંધો ઉઠાવનાર આંબાવાડીના નિવાસીઓ દ્વારા જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ અરજીના વિષયને વિસ્તૃત કરી તેમાં ટ્રાફિકની સમસ્યાનો પણ સમાવેશ કરી દીધો છે. જેમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ‘અહીં કોઈ હેલ્મેટ નથી પહેરતું. મેં અમદાવાદમાં પોતાના એક વર્ષના પ્રવાસ દરમિયાન કોઈ ટુ-વ્હીલર સવારને હેલ્મેટ પહેરતા નથી જોયો. મને હંમેશા નવાઈ લાગે છે કે, હેલ્મેટ પહેરવાનો આગ્રહ કેમ નથી રાખતા?’

    કોર્ટે ટ્રાફિક પોલીસને કર્યા સવાલ

    આ જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ‘બોડકદેવ વિસ્તારના રસ્તા પર સવારે ત્રણ વાગ્યા સુધી વાહનોની અર-જવર રહે છે. આ મુંબઈમાં મુસાફરી કરવા જેવું છે. તેમ છતાં અહીં સવારે કે સાંજે કોઈ હેલ્મેટ નથી પહેરતું. તેથી મને સમજ નથી પડતી કે, આ લોકો (ટ્રાફિક પોલીસ) શું કરી રહ્યા છે? હેલ્મેટ ન પહેરવા પર ચલણ? જો કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો ચલણ કાપવાનો અર્થ શું છે? પછી તે વીણી-વીણીને પોતાનું મન થાય, ત્યારે અમુક લોકોને પકડી લે છે. બપોર સુધી, થાકી જાય અને પછી પકડવાનું પણ બંધ કરી દે. પછી એક અઠવાડિયા સુધી શાંતિ અને પાછું ફરી આ શરુ થઈ જશે.’

    ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પાંજરાપોળ ક્રોસરોડ પર ફ્લાયઓવર બાંધવાની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(AMC)ની યોજના સામે વાંધો ઉઠાવતી આંબાવાડીના રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી PILની સુનાવણી દરમિયાન ટુ-વ્હીલર સવારો અધિકારીઓને હેલ્મેટ પહેરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશોએ જનહિતની અરજીનો વ્યાપ વિસ્તારવાનો આદેશ આપ્યો હતો અને શહેરમાં ટ્રાફિકની સ્થિતિ, એસજી રોડ પરની સમસ્યાઓ અને ફ્લાયઓવર બનાવવાની શક્યતાને ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો હતો.

    કોર્ટે સેફ્ટી હેડગિયરની પ્રથાની ટીકા કરી

    આ સિવાય સેફ્ટી હેડગિયરનો ઉપયોગ ન કરવાની પ્રથાની ટીકા કરતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘મેં અહીં હેલ્મેટની દુકાનો જોઈ નથી. ગુજરાતમાં કોઈ તેનું ઉત્પાદન કરતું નથી.’

    આ ઉપરાંત, અરજદારોના વકીલે શહેરના રસ્તાઓ પર રોંગ સાઇડ પર વાહન ચલાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મુદ્દે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મુદ્દા પર પણ ધ્યાન આપવું જોઈએ. આ વિષય પર ટિપ્પણી કરતાં ન્યાયમૂર્તિએ કહ્યું કે, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ છે કારણ કે તેણે એક વર્ષથી વધુ સમયથી ભરતી કરી નથી. હાઇકોર્ટે કહ્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ થાય ત્યારે તાત્કાલિક ધોરણે ઈ-ચલણ કાપવું જોઈએ.

    Ahmedabad Gujarat High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: Bopalમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો Rajkotનો યુવક ઝડપાયો

    April 17, 2026
    અમદાવાદ

    Rajkot સહિત પાંચ શહેરોમાં 40 અને વડોદરા – ડિસામાં 39 ડીગ્રી તાપમાન

    April 16, 2026
    અમદાવાદ

    કટોકટીના સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર સરકારી કર્મચારીના મેડિકલ બિલ નકારી શકાય નહીં

    April 16, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    અમદાવાદ

    Amit Chavdaના ગઢમાં જ કોંગ્રેસનું સૂરસૂરિયું થયું: ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું

    April 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.