Junagadh તા. ૬
જૂનાગઢની હોસ્પિટલમાં આશરે ૭૫ વર્ષીય વૃધ્ધ પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થતા, આ અંગેની પોલીસમાં નોંધ થવા પામી છે, અને પોલીસે આ પુરુષ કોણ છે ? તેની તપાસ આદરી છે.
જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ બીમારી સબબ દાખલ થયેલ આશરે ૭૫ વર્ષીય અજાણ્યા પુરુષ ગત તા. ૩ જૂનના રોજ સારવાર દરમ્યાન મરણ ગયા હોવાની જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના ફરજ પરના તબીબ ડો. કિરણ પટેલ એ નોંધ કરાવેલ છે. અજાણ્યા પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે મરણ જનાર વૃધ્ધ પુરુષ કોણ છે ? ક્યાંના છે ? તે સહિતની તપાસ હાથ ધરી છે.

