Junagadh તા. ૬
ચોરવાડના ઘાચીવાવ ખાતે રહેતા ૨૮ વર્ષીય યુવકને છેલ્લા ઘણા દિવસોથી મજૂરી કામ ન મળતા અને આર્થિક રીતે કંટાળી જતાં પોતાની મેળે કુવામાં પડી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
ચોરવાડના ઘાચીવાવ ખાતે રહેતા ભરતભાઈ ઉર્ફે ગટો પુનાભાઈ ચુડાસમા (ઉ.વ.૨૮) નારીયેળ વેચવાનુ કામ કરતો હતો, અને છેલ્લા વીસ પચીસ દીવસથી મજુરી કામ મળતુ ન હોય, જેથી આર્થીક રીતે કાંટાળી જઈ પોતે પોતાની મેળે ભોલાર વાડી વિસ્તારમાં આવેલ કુવામાં પડી જતા મરણ ગયા હોવાનું નોંધાતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

