New Delhi,તા.5
પશ્ચિમ બંગાળના લોકોએ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી છે. પહેલી વાર, બંગાળમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ ભાજપના વિજય બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત નિમિત્તે પીએમ મોદી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પહેલી વાર, બંગાળમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. આ પ્રસંગે પીએમ મોદી બંગાળી ધોતી-કુર્તા પહેરીને પહોંચ્યા હતા.
ભાજપની જીત પર પીએમ મોદીએ કહ્યું- આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી બધે કમળ ખીલ્યું છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી, કમળ ખીલ્યું છે. આજનો દિવસ એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ દિવસ છે. ભાજપના કાર્યકરોએ કમળ ખીલાવ્યું છે. આજે વિશ્વાસના વિજયનો દિવસ છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું- જીત અને હાર લોકશાહી અને રાજકારણનો સ્વાભાવિક ભાગ છે. પરંતુ આ પાંચ રાજ્યોના લોકોએ દુનિયાને બતાવ્યું છે કે આપણો દેશ ‘લોકશાહીની માતા’ કેમ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર બોલતા, પીએમ મોદીએ કહ્યું- હું ચૂંટણી પંચ અને સુરક્ષા દળોને અભિનંદન આપું છું. આજે, હું ચૂંટણી પંચ, ચૂંટણી પંચના તમામ કર્મચારીઓ, મતદાન પ્રક્રિયામાં સામેલ તમામ ભાઈઓ અને બહેનો અને ખાસ કરીને સુરક્ષા દળોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ભારતના લોકશાહીની ગરિમા જાળવવામાં તમારા યોગદાનને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપની જીત અંગે લખ્યું- 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. લોકોની શક્તિનો વિજય થયો છે, અને ભાજપની સુશાસનની રાજનીતિ સફળ થઈ છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિને નમન કંરુ છું.
પ્રધાનમંત્રીએ આગળ લખ્યું, લોકોએ ભાજપને પ્રચંડ જનાદેશ આપ્યો છે, અને હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તેટલું બધું કરશે. અમે એવી સરકાર પ્રદાન કરીશું જે સમાજના તમામ વર્ગો માટે તક અને સન્માન સુનિશ્ચિત કરે.
પીએમ મોદીએ X પર આગળ લખ્યું, “પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના અથાક પ્રયાસો અને સંઘર્ષ વિના, પશ્ચિમ બંગાળમાં ભાજપનો આ ઐતિહાસિક વિજય શક્ય ન હોત. હું તેમાંના દરેકને સલામ કં છું.”
પીએમ મોદીએ લખ્યું- આસામમાં ભાજપ-એનડીએ ફરી એકવાર આશીર્વાદ પામ્યું છે! આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએનો વિજય વિકાસ પર અમારા ગઠબંધનના ધ્યાન અને સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના અતૂટ સમર્થનને પ્રતિબિંબિત કરે છે.

