New Delhi,તા.24
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં થયેલા દાન-નાણાની ઉચાપતથી જે રીતે જબરો વિવાદ સર્જાયો છે. તેમાં તેના પગલે કાલથી અયોધ્યામાં મળનારી વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય સમીતીની ચાર દિવસની બેઠક મોકુફ રહી છે.
રામમંદિર નિર્માણ સાથે જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદમાં પણ આ રીતે શ્રદ્ધાળુઓ આવેલા દાન તથા સોના-ચાંદીના આભૂષણ અને ઈંટો જે રીતે ચોરી લેવાઈ છે. તેનો ભારે આઘાત હિન્દુ શ્રદ્ધાળુઓમાં છે અને આ મંદિરના સંચાલકો નિશાન પર છે.
એક તરફ મંદિરનું ઓડીટ કરાયુ અને હવે જે જંગી કરોડો રૂા.ની ચોરી થઈ છે તેમાં ખાસ તપાસ ટીમ પણ રચાઈ છે પણ તે વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક જેમાં દેશભરમાંથી 400થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા. તેઓને હવે અયોધ્યા નહી આવવા સૂચના અપાઈ છે તથા હવે ફરી કયારે બેઠક મળશે તે અંગે પણ કઈ જાહેર થયુ નથી.

