Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી
    • Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો
    • Rajkot મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Maharishi Veda Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધ ને જાણીએ
    ધાર્મિક

    Maharishi Veda Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધ ને જાણીએ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    હે ઈશ્વર.
                  આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમગ્ર વિશ્વની અશાંતિ જાણે વાતાવરણમાં પડઘાતી હોય એ રીતે દિવસે ને દિવસે પરિસ્થિતિ તંગ થતી જાય છે, અને આ માનવીની બૌદ્ધિકતાનું કારણ છે કે, માનવીનાં અહંકારનું કારણ છે, એ કળવું મુશ્કેલ છે. બહાર ગરમીનો ઉકળાટ અને અંદર પ્રકૃતિ વિરુદ્ધ જવાનો સંતાપ! કારણ કે સમયની રીતે ભલે આપણે આગળ વધતા જઈએ છીએ, પણ માનવતાની રીતે એક એક કદમ પાછળ જતાં જઈએ છીએ, અને એમાં આપણે પણ ભાગીદાર છીએ, એનો સંતાપ આપણને અકળાવી રહ્યો છે! જન્મ થાય એનું મૃત્યુ થાય એટલે જે તે વ્યક્તિનું જીવન સ્તંભિત થાય કે પૂરું થાય છે, પણ સમય આવાં કેટલાંય ગૌત્ર, કુળ, કે વંશ નાં વિનાશનો સાક્ષી રહી ચૂક્યો છે, જેને આપણે ઈતિહાસ કહીએ‌ છીએ! અને આવાં ઈતિહાસનાં ચરિત્ર પરથી આપણે બોધ લેવાનો હોય છે. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! રામાયણનાં મોટા ભાગનાં ચરિત્રની ઓળખ આપણે રામરાજ્યની સંભાવના વધે એ માટે કરી ચૂક્યા છીએ! રામાયણની કથા એટલે ત્રેતાનું ચિત્રણ અને એ પછી દ્વાપર, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણની અને મહાભારતની વાત આવે છે, તો આપણે પણ હવે સદગુરુ કૃપાથી સમયની રીતે દ્વાપરનું ચિત્રણ કરીશું! તો સૌ પ્રથમ તો વૈદિક ગ્રંથની રીતે મહાભારત અને એનાં રચયિતા વિશે આજે વાત કરીશું!
    મહાભારતની કથાનો સમય ગાળો દ્વાપર યુગ ગણવામાં આવે છે અને મહાભારત કે જેને આપણે મહાકાવ્ય તરીકે ઓળખીએ છીએ એનાં રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. તો સૌ પ્રથમ દ્વાપર યુગ અને મહર્ષિ વેદવ્યાસ વિશે થોડું જાણીએ. દ્વાપર વિશે સર્ચ કરતી હતી તો યુગ ગણનાની રીતે ચાર યુગ પૂરાં થાય ત્યારે એક મહાચક્ર પૂરું થાય! અને એને એક બ્રહ્મ દિન અથવા કલ્પ કહેવામાં આવે! પછી દરેક યુગનો કાળ એટલે સમય બતાવ્યો છે અને એ રીતે (1)સતયુગ, 17.28000 વર્ષ. (૨)  ત્રેતા યુગ, 12.96000 વર્ષ  (૩)દ્વાપરયુગ, 8. 64000 વર્ષ અને (૪)કળિયુગ 4.32000  એમ એનો વિસ્તાર બતાવ્યો છે. મનુ અને મનવંતર એવી પછીની ગણતરીમાં આપણે જવું નથી, પણ વેદની રીતે અથવા તો ધર્મ કે સત્યની રીતે જે પૂર્ણ હતો એ સતયુગ અને એમાં ચારે વેદના વ્યાખ્યિતા હતાં, એટલે કે સત્યના ચાર ચરણ જેને આપણે ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ કહ્યાં!  ત્રેતા યુગમાં સત્યનાં ત્રણ ચરણ અને ઋષિ કે બ્રાહ્મણો ત્રણ વેદોનુ મહાત્મ્ય જાણતા હતાં. દ્વાપરયુગમાં સત્યનાં કોઈ બે ચરણની મહત્તા હતી,અને કળિયુગમાં વેદનો જાણકાર માત્ર એક, અથવા એક પણ નહીં એવું. ચારે યુગનો સહજ સર્વે કરવામાં આવે તો આપણી સંસ્કૃતિને જીવંત અને મહાન બનાવનાર કોઈ પાત્ર હોય તો એ ઋષિ છે, અને આવાં જ એક મહર્ષિ વેદવ્યાસ કે જેને ગુરુ પંરપરા સાથે જોડવામાં આવ્યાં છે.
    મહર્ષિ વેદવ્યાસની વાત કરીએ તો એમાં વ્યાસ” શબ્દનો અર્થ છે, વિભાજન કરનાર અથવા વ્યાખ્યા કરનાર. તેમણે વેદોને વિભાગિત ચાર ભાગોમાં વહેંચી વિસ્તાર કરીને માનવજાત માટે સરળ બનાવ્યાં, તેથી તેમને વેદવ્યાસ કહેવામાં આવ્યા. તેમનું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન, કારણ કે તેમનો રંગ કૃષ્ણ એટલે કે ઘેરો કાળો હતો, અને તેમનો જન્મ દ્વીપ એટલે કે ટાપુ પર થયો હતો. એમનાં પિતા મહર્ષિ પરાશર માતા સત્યવતી જે રાજા શંતનુની પત્ની, માછીમાર કન્યા હતી. યમુના અને ગંગા નદીઓના સંગમ પાસે એક દ્વીપ પર જન્મ થયો, તેથી તેમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. તેમની પત્નીનું નામ વિદુરા, અને પરિચર એમ એક અન્ય સ્ત્રી વિશેની વાત છે. પુત્ર શુકદેવજી છે જે ભાગવત પુરાણનાં વક્તા અને મહાયોગી. વ્યાસજી હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં અવિસ્મરણીય આધાર સ્તંભ ગણાય છે. તેમના કાર્ય ખૂબ વિશાળ અને દિવ્ય છે, અને એ ભગવાન વિષ્ણુનાં અંશ અવતાર માનવામાં આવે છે. એમણે એક વેદના ચાર ભાગમાં વિભાજીત કર્યા અને આ ઉપરાંત અઢાર મહા પૂરાણની રચના કરી. ઉપનિષદીય સૂત્રોનું બ્રહ્મસૂત્ર લખ્યું! અને મહાભારત કે જેને પંચમ વેદની ઉપમા મળી છે એ લખ્યું! મૂળમાં માનવીને ધર્મ અર્થ કામ અને મોક્ષ ના ચાર આધાર સ્તંભ આપી જીવનને સુવ્યવસ્થિત કરવાની પ્રેરણા આપી છે.
     એમણે મહાભારત નામનું આ આખું મહાકાવ્ય 18 પર્વ માં એટલે કે અધ્યાયમાં લખ્યું છે! અને જેમાં કુરુ વંશનો ઇતિહાસ કુરુક્ષેત્રનું યુદ્ધ અને કૌરવ પાંડવોનું વર્ણન આવે છે. આ 18 પર્વનાં નામ મહાભારતમાં ઘટતી ઘટના અનુસાર છે:
    *આદિ પર્વ,કુરુવંશનો ઇતિહાસ અને પાંડવોનો જન્મ.
    *સભા પર્વ,દ્યુત ક્રીડા કે અને દ્રૌપદી વસ્ત્રહરણ.
    *વન પર્વ, પાંડવોનો ૧૨ વર્ષનો વનવાસ.
    *વિરાટ પર્વ, પાંડવોનો ૧ વર્ષનો અજ્ઞાતવાસ.
    *ઉદ્યોગ પર્વ, યુદ્ધની તૈયારીઓ અને શાંતિ પ્રસ્તાવ.
    *ભીષ્મ પર્વ, યુદ્ધનાં પ્રથમ 10 દિવસ અને ગીતાનો ઉપદેશ.
    *દ્રોણ પર્વ, દ્રોણાચાર્યનું સેનાપતિપદ અને તેમનું મૃત્યુ.
    *કર્ણ પર્વ, કર્ણનું સેનાપતિપદ અને અર્જુન દ્વારા વધ.
    *શલ્ય પર્વ, શલ્યનું સેનાપતિપદ અને દુર્યોધનની ગદા યુદ્ધમાં હાર.
    *સૌપ્તિક પર્વ, અશ્વત્થામા દ્વારા રાત્રે પાંડવોના પુત્રોની હત્યા.
    *સ્ત્રી પર્વ, યુદ્ધમાં માર્યા ગયેલા વીરોની સ્ત્રીઓ દ્વારા વિલાપ.
    *શાંતિ પર્વ, ભીષ્મ દ્વારા યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ.
    *અનુશાસન પર્વ, ભીષ્મ દ્વારા ધર્મના નિયમોનું શિક્ષણ.
    *અશ્વમેધિક પર્વ, યુધિષ્ઠિરનો અશ્વમેધ યજ્ઞનું આયોજન.
    *આશ્રમવાસિક પર્વ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનગમન.
    *મૌસલ પર્વ, મૂશળો દ્વારા યાદવોનો વિનાશ.
    *મહાપ્રસ્થાનિક પર્વ,પાંડવોની અંતિમ યાત્રા.
    * સ્વર્ગારોહણ પર્વ.પાંડવોનું સ્વર્ગમાં ગમન.
    તો મહાભારત એ વેદવ્યાસજીની સૌથી વિશાળ કૃતિ છે, અને લગભગ 1,00,000 થી વધુ શ્લોકો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય ગણવામાં આવે છે. જેમાં પાંડવો અને કૌરવોની કથાનક દ્વારા નીતિ, ધર્મ, યોગ અને ભક્તિનો ઉપદેશ છે. આજે જેને સર્વોચ્ચ ગ્રંથનું સ્થાન મળ્યું છે એ ભગવદ ગીતા ભીષ્મ પર્વનાં અધ્યાય 23થી 40 વચ્ચે આવે છે.
    આપણાં જીવનમાં આ બેય વૈદિક ગ્રંથોની મહત્તા વધારવાં માટેનો શ્રેય આપણાં કથાકારોને પણ જાય છે, અને એમાં પણ તુલસીદાસજી કૃત રામચરિત માનસની ચોપાઈઓ‌ વિશ્વ ફલક પર પ્રસ્તુત કરી, લોક માનસમાં અંકિત કરવા માટે પૂજ્ય બાપુને વંદન કરવા ઘટે. આ ઉપરાંત રામાનંદ સાગરની રામાયણ સિરિયલથી આ કથાનાં પાત્રોનો ઉત્કૃષ્ટ અભિનય એ ચરિત્રોને જીવંત કરી દીધાં. એવી જ રીતે યશ ચોપરાની મહાભારત એ પણ શ્રીકૃષ્ણ પાંચ પાંડવ, કૌરવો, અને એમાં પણ  ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, કર્ણ, અને શકુની, ભીષ્મ, અને ખાસ કરીને એનાં ટાઇટલ સોંગ માટે હજી પણ યાદ કરવામાં આવે છે. આજની જનરેશનને કહેવું હોય તો, મોરલ ઓફ ધ સ્ટોરી, કોઈનાં ભાગનું પચાવી પાડેલું પચતું નથી! અને સુખ સમૃદ્ધિ માટેનાં યુદ્ધમાં જીતવા છતાં એ સુખ સમૃદ્ધિ શાંતિ આપી શકતી નથી! માટે હજી ચેતી જઈએ! આપણે સૌ મહર્ષિ વેદવ્યાસના જ્ઞાનને સરળતાથી આત્મસાત કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
          લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ…બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    વ્યાપાર

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.