આર.પી.એફ દ્વારા ચેઇન પોલિંગના કિસ્સામાં 23 અને ચોરીના 4,ટિકિટ કાળાબજારી એક આરોપી સામે કાર્યવાહી
Rajkot,તા.05
રાજકોટ રેલવે સ્ટેશન પર આરપીએફ ના જવાનો દ્વારા મુસાફરોનો ખોવાયેલો સામાન પરત આપી તેમજ ચેઇન પોલિંગના કિસ્સા માં 23 આરોપી વિરુદ્ધ અને મિલકત સબંધિત 4 આરોપી વિરુદ્ધ તેમજ એક બાળકને માતા સાથે મિલન કરાવીને કાયદા ની રખેવાળી કરી માનવતાનું ઉદાહર પૂરું પાડ્યું હતું .આ અંગે મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન રેલ્વે સુરક્ષા દળ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની સાથે મુસાફરોની સુરક્ષા સેવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સતત મજબૂત નિભાવી રહ્યું છે ત્યારે સેવા હી સંકલ્પ ના મૂળ મંત્ર સાથે આઇજી કમ પ્રધાનમંત્રી સુરક્ષા કમિશનર અજય સદા નીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર રાજકોટ ના કમલેશ્વર સિંહ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો દ્વારા કાયદાનું રક્ષણ કરી અને માનવતા મહેકાવીને એપ્રિલ માસમાં 19 મુસાફરોનો કિંમત રૂપિયા ૫.૩૮ લાખનો ખોવાયેલ સામાન મુસાફરોને પરત કર્યો હતો અને રેલવે મિલકતની ચોરીના કિસ્સામાં ચાર આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી અને અને ઓપરેશન નં ફરીસ્તે અભિયાન અંતર્ગત એક બાળકનું કરી તેની સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યું હતું ઓપરેશન યાત્રી સુરક્ષા હેઠળ મુસાફરોનો સામાનની ચોરીના ત્રણ કિસ્સાઓમાં કાર્યવાહી કરી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, ઓપરેશન ઉપલબ્ધ હેઠળ ટિકિટની કાળા બજારી કરતા શખ્સો વિરુદ્ધ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, ઓપરેશન રેલવે સુરક્ષા હેઠળ રેલવે મિલકત સંબંધી ચોરીના કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે જરૂરી કાર્યવાહી કરી હતી, ઓપરેશન સમય પાલન હેઠળ ટ્રેનના સમયમાં સંચાલનમાં અવરોધ ઊભા કરનાર તત્વો સામે એલાર્મ ચેન પુલિંગના 27 કેસમાં 23 આરોપીઓ સામે રેલવે એક્ટ મુજબની કાર્યવાહી કરી હતી, તેમજ ઓપરેશન જનજાગરણ હેઠળ મુસાફરોને સામાન્ય જનતાને જાગૃત કરવા વિવિધ પ્રકારના અભ્યાનો ચલાવવામાં આવ્યા હતા આ અંગે રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર ગીરીશકુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે આરપીએફ રાજકોટ ડીવીઝન સંપૂર્ણ સતર્કતા સાથે કાર્ય કરી સુરક્ષિત અને વિશ્વસની રેલવે મુસાફરી સુનિશ્ચિત કરવા કટિબધ્ધ છે

