Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા

    May 8, 2026

    Jamnagar માં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

    May 8, 2026

    Indonesia માં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા
    • Jamnagar માં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
    • Indonesia માં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા
    • Rajkot બસ સ્ટોપ – મોટા ચોકમાં ORS -પાણીની વ્યવસ્થા કરતી મનપા
    • Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ
    • Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન
    • તામિલનાડુમાં કટ્ટર દુશ્મન : DMK – AIADMK હાથ મિલાવશે! TVK ચોંકયુ
    • Tata Trusts માં વિવાદ વધ્યો : બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પ્રાઈવેટ PF ટ્રસ્ટ હવે EPFO દર કરતા 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં
    રાષ્ટ્રીય

    પ્રાઈવેટ PF ટ્રસ્ટ હવે EPFO દર કરતા 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.08
    કેન્દ્ર સરકારે એવી કંપનીઓ માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જે પોતાનું પીએફ યોગદાન પોતાના ટ્રસ્ટ દ્વારા સંભાળે છે. હવે આ કંપનીઓ માટે દર વર્ષે થતા ફરજિયાત ઓડિટને બદલે રિસ્ક-આધારિત સિસ્ટમ લાગું કરવામાં આવશે. સાથે જ, આ ટ્રસ્ટો તેમના કર્મચારીઓને EPFO ના દર કરતાં 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં.

    નવા નિયમોનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપની વેચાય અથવા મર્જ થાય તો પણ તેમનું પીએફ ટ્રસ્ટનું સ્ટેટસ ખતમ થશે નહીં. EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે તાજેતરમાં આ નિયમોને મંજૂરી આપી છે. નવી સિસ્ટમ હેઠળ, આ પ્રાઈવેટ ટ્રસ્ટો EPFO દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક વ્યાજ દર કરતા 2 ટકાથી વધુ વધારાનું વ્યાજ આપી શકશે નહીં.

    અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય નાણાકીય સમજદારી જાળવી રાખવા અને ખૂબ જ વધારે વળતર આપતાં રોકવા માટે લેવામાં આવ્યો છે. હકીકતમાં, એવું જોવામાં આવ્યું હતું કે કેટલાક ટ્રસ્ટો ત્યારે 34 ટકા જેવું ભારે-ભરખમ વ્યાજ આપવા લાગતા હતા.

    જ્યારે તેમના સભ્યોની સંખ્યા ખૂબ જ ઓછી રહી જતી હતી. ઓડિટના કિસ્સામાં હવે EPFO માત્ર એવી જ કંપનીઓ કે ટ્રસ્ટની તપાસ કરશે જેમાં જોખમ વધારે હશે અથવા જે નિયમોનું પાલન નહીં કરી રહ્યા હોય. જે કંપનીઓ નિયમો માની રહી છે, તેમનું દર વર્ષે ઓડિટ કરવું જરૂરી રહેશે નહીં.

    નવા નિયમો મુજબ, જો કોઈ કંપની અન્ય કંપની સાથે જોડાય છે અથવા તેને ખરીદે છે (M&A), તો પણ તેનું EPFO હેઠળનું ‘છૂટ પ્રાપ્ત’ સ્ટેટસ યથાવત રહી શકશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતમાં લગભગ 1,000 થી 1,200 મોટી કંપનીઓ, PSUs અને ખાનગી સંસ્થાઓ છે જેમને EPFO માંથી છૂટ મળેલી છે.

    આ કંપનીઓ EPF એક્ટ 1952 ની કલમ 17 હેઠળ પોતાનું PF ટ્રસ્ટ જાતે ચલાવે છે. જોકે, શરત એ હોય છે કે તેમણે તેમનાં કર્મચારીઓને EPFO ની સ્કીમ સમાન અથવા તેનાથી વધુ સારા ફાયદા આપવાનાં હોય છે.

    કોઈપણ કંપની પોતાની મરજીથી અથવા કોર્ટનાં આદેશ પર જ આ છૂટ (એક્ઝેમ્પશન) ખતમ કરી શકે છે. જો કોઈ કંપની પોતાનું ટ્રસ્ટ બંધ કરે છે અથવા છૂટ છોડે છે, તો તેણે અખબારોમાં પબ્લિક નોટિસ આપવી પડશે.

    આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કર્મચારીઓના હકો સુરક્ષિત રહે. સાથે જ, બંધ થતી વખતે તે તમામ ખાતાઓને EPFOને ટ્રાન્સફર કરવા પડશે, જેથી પૈસાનો દુરુપયોગ ન થઈ શકે. આ ફેરફારોનો હેતુ સરકારી દેખરેખને મજબૂત કરવાનો, બિઝનેસ કરવામાં સરળતા વધારવાનો અને કર્મચારીઓની સુવિધા વધારવાનો છે.

    નવી ગાઈડલાઈન્સ
    રાહત : હવે દર વર્ષે ફરજિયાત ઓડિટ થશે નહીં, માત્ર ગેરરીતિની શંકાવાળી કંપનીઓની જ તપાસ થશે.
    મર્જર : કંપનીઓ અંદરોઅંદર જોડાય છે અથવા વેચાય છે, તો પણ તેમનું ઈપીએફ ટ્રસ્ટ પહેલાની જેમ જ ચાલતું રહેશે.

    EPFO ​​rate interest more than 2 percent Private PF
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia માં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026
    અન્ય રાજ્યો

    તામિલનાડુમાં કટ્ટર દુશ્મન : DMK – AIADMK હાથ મિલાવશે! TVK ચોંકયુ

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Tata Trusts માં વિવાદ વધ્યો : બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા

    May 8, 2026

    Jamnagar માં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

    May 8, 2026

    Indonesia માં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા

    May 8, 2026

    Rajkot બસ સ્ટોપ – મોટા ચોકમાં ORS -પાણીની વ્યવસ્થા કરતી મનપા

    May 8, 2026

    Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ

    May 8, 2026

    Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા

    May 8, 2026

    Jamnagar માં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

    May 8, 2026

    Indonesia માં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.