Saudi Arabia,તા.08
એકતરફ વિશ્વ અમેરિકા અને ઈરાના શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યું છે, તો બીજીતરફ સાઉદી અરેબિયા અને કુવૈતે એવો નિર્ણય લીધો છે, જેના કારણે ફરી યુદ્ધ થવાનું અને મિડલ ઈસ્ટનું સંકટ વધવાની આશંકાઓ વધી ગઈ છે. વાસ્તવમાં અગાઉ બંને દેશોએ પોતાનો એરસ્પેસ અને સૈન્ય એરબેઝનો ઉપયોગ કરવા પર અમેરિકન સેના પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધ હટાવી દેવાયો છે, જેના કારણે ઈરાન સામે ગમે ત્યારે કોઈ મોટી કાર્યવાહી કરવાની સંભાવના વધી ગઈ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ હોર્મુઝને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઈરાન વિરોટી વંટોળ ઉભું કરવા માગે છે અને તે માટે ખાડી દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવે સાઉદી અને કુવૈતે પોતાના એરબેઝ અને એરસ્પેસનો અમેરિકન સેનાને ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પને મોટી રાહત મળી છે.સાઉદી-કુવૈતે રાહત આપ્યા બાદ અમેરિકા પોતાના જહાજોને નેવી અને હવાઈ સુરક્ષા આપતા અભિયાન ઓપરેશન ફ્રીડમને ફરી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીતરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધનું ઓપરેશન ફ્રીડમને આ સપ્તાહે જ શરૂ કરવાનો હતો, જોકે તેમાં 36 કલાકનો વિલંબ થયો છે. હવે પેન્ટાગોનના અધિકારીઓએ આ જ સપ્તાહમાં ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે.

