Nagpur,તા.8
નાગપુર જિલ્લાના ખૈરી ગામમાં એક વપરાયેલી કારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 400થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ભારે ગરમીને કારણે નાગપુર જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.
ગુરુવારે બપોરે ખૈરી ગામમાં એક વપરાયેલી કારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગમાં લગભગ 400 કાર, તેના સ્પેરપાર્ટ્સ, ટાયર અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગયા આ થોડા સમય માટે આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો.
આગ એટલી ભયંકર હતી કે કામથી, યેરખેડા અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના નજીકના વિસ્તારોમાંથી આશરે 15 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જેો કે, આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
મનોજ નાગદેવ અને તેમના પાર્ટનરો નાગપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખૈરી-કાગયા કાન્હન રોડ પર તારાનગર વિસ્તારમાં એક વપરાયેલી કારનું ગોડાઉન ધરાવતા હતા. રીપેર કરાયેલી વપરાયેલી કાર, ક્ષતિગ્રસ્ત વાહનોના સ્પેરપાર્ટ્સ, ટાયર અને અન્ય સામગ્રી ત્યાં સંગ્રહિત હતી. ગુરુવારે બપોરે અચાનક આગ લાગી. થોડીવારમાં જ આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું.
કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા અને ફાયર વિભાગને જાણ કરી. ગોદામમાંથી ભારે ધુમાડો અને આગના ગોટા નીકળતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો. ઘણા કલાકોની મહેનત પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, પરંતુ આ ઘટનાથી લાખોનું નુકસાન થયું.

