Mumbaiતા.8
દેશનાં સૌથી જુના અને સન્માનીય ગણાતા ટાટા ગ્રુપમાં જબરો આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આ કોર્પોરેટ ગૃહના પુર્વ વડા રતન ટાટાના નિધન બાદ તેમના પિતરાઈ નોએલ ટાટાએ ગ્રુપનું સુકાન સંભાળ્યુ છે.
તે બાદ ટાટા ટ્રસ્ટના બે મોટા ટ્રસ્ટો સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ બંનેની બોર્ડ મિટીંગ કાનુની કારણોસર આખરી ઘડીએ મુલત્વી રાખવામાં આવી છે.
હવે તે તા.16ના રોજ યોજાશે. કેટલાક ટ્રસ્ટીઓને આજે છેલ્લી ઘડીએ આ મિટીંગ મુલત્વી રખાયાની જાણ કરી હતી. એજન્ડામાં બે વાઈસ ચેરમેન વિજયસિંઘ અને વેણુશ્રીનિવાસનને પુનઃ ટ્રસ્ટમાં નિયુક્તિ આપવાનો છે.
ગત વર્ષે વિજયસિંઘને એક વર્ષની મુદત આપવામાં આવી હતી. પરંતુ મહત્વનું એ છે કે ટાટા સન્સને પબ્લીક લીમીટેડ કંપની બનાવવી, તેનું લીસ્ટીંગ કરવું તે મુદે ચેરમેન નોએલ ટાટાનો વિરોધ છે.

