પલભર નાં આવેશ માં એક હસતા ખેલતાં પરીવાર નો માળો વિંખાઇ:કારણ અકબંધ:
Gondalતા.08
કોટડા સાંગાણી નાં સાંઢવાયા રહેતા અને ગોંડલ નાં ઘોઘાવદર રોડ પર સિમેન્ટ નું કારખાનુ ધરાવતા પટેલ યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાનાં કારખાના માં પુત્ર અને પુત્રીનાં ગળા દબાવી મોતને ઘાટ ઉતારી બાદમાં પોતે ગળાફાંસો ખાઇ જીવન નો અંત આણતા સાંઢવાયા ગામ માં હાહાકાર મચી ગયો હતો.
અને પરિવાર સ્તબ્ધ બન્યો હતો.બન્ને બાળકોનાં ગળા ઘોંટી હત્યા કરી ગળાફાંસો ખાતા પહેલા મૃતક યુવાને તેના પિતરાઇ ભાઇ ને વિડીયો મોકલી પોતે આવું કૃત્ય કરવા જઇ રહ્યા નુ જણાવ્યું હોય પિતરાઇ ભાઇ અન્ય કુટુંબી સાથે કારખાને દોડી ગયા હતા.પરંતુ ત્યાં સુધીમાં પિતા પુત્ર અને પુત્રી આ ફાની દુનિયા છોડી ચુક્યા હતાં.
બનાવ અંગે તુરંત એ’ડિવીઝન પોલીસ ને જાણ કરાતા પીઆઇ જે.આર.ઝાલા,પીએસઆઇ વી.કે.સુરાણી પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ ત્રણેય મૃતદેહો ને સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
બપોર નાં સુમારે બનેલી કરુણાંતિકા ની પ્રાપ્ત વિગત મુજબ સાંઢવાયા રહેતા અને ગોંડલ નાં ઘોઘાવદર રોડ પર ગાયત્રી સિમેન્ટ નામે કારખાનું ચલાવતાં જયપાલભાઇ વિઠ્ઠલભાઈ તોગડીયા ઉ.36 એ બપોર નાં અઢી થી પોણા ત્રણ વચ્ચે જાણે માથા પર કાળ સવાર થયો હોય તેમ પોતાનાં 17 વર્ષ નાં પુત્ર મિશ્ર તથા 10 વર્ષ ની પુત્રી રીવા નાં ગળા દબાવી હત્યા કરી બાદ માં પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
અરેરાટી જનક ઘટના પહેલાં બપોર નાં 2:21 કલાકે જયપાલભાઇ એ તેનાં પિતરાઇ અલ્પેશભાઈ ને વિડીયો બનાવી પોતે પુત્ર પુત્રીનાં ગળા ઘોંટી ગળાફાંસો ખાઇ રહ્યાની જાણ કરતા અલ્પેશભાઈ તથા અન્ય પરીવારજનો હાંફળા ફાંફળા કારખાને દોડી ગયા હતાં.પરંતુ મોડુ થઇ ચુક્યું હતું.કોઈ આવે તે પહેલાં જયપાલભાઇ એ ઘટનાને અંજામ આપી દીધો હતો.
પલભર નાં આવેશ માં એક હસતા ખેલતાં પરીવાર નો માળો વિંખાઇ ચુક્યો હતો.
મૃતક જયપાલભાઇ પરીવાર માં એકનાં એક પુત્ર હતાં.તેમના લગ્ન સતર વર્ષ પહેલાં થયા હતાં.ઉમરાળી ગામે તેમનું સાસરુ હતુ.
સંતાન માં મોટો પુત્ર મિશ્રે તાજેતર માંજ ધો.10 ની પરીક્ષા માં ઉતર્ણિય થયો હતો.જ્યારે દિકરી રીવા રામોદ ની સ્કુલ માં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી હતી.
જયપાલભાઇ એ ઘોઘાવદર રોડ પર 17 વર્ષ પહેલાં સિમેન્ટ નું કારખાનું શરુ કર્યુ હતું.અને છ મહીના થી બાજુ માં બીજુ કારખાનું શરુ કર્યુ હતું.
તેમનાં પિતરાઇ અલ્પેશભાઈ એ જણાવ્યું કે જયપાલભાઇ સુખી સંપન્ન હતાં.ધંધો પણ સારો ચાલતો હતો.પરીવાર માં પણ કોઈ સમસ્યા નહોતી.તેણે આવું પગલુ શા માટે ભર્યુ તે અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યુ હતું.
પિતા પુત્ર અને પુત્રીનાં મૃતદેહ નાં પેનલ ડોક્ટર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાયા હતાં.
મોડી સાંજે ત્રણેય નાં મૃતદેહ સાંઢવાયા તેમનાં ઘરે પંહોચ્યા ત્યારે પરીવાર નાં હૈયાફાટ રુદન થી નાનું એવુ સાંઢવાયા હચમચી ઉઠ્યુ હતું.બાળકો ની હત્યા અને આપઘાત ની કરુણ ઘટના અંગે પીઆઇ જે.આર.ઝાલાએ તપાસ હાથ ધરીછે.

