Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 મેનું પંચાંગ
    • 09 મેનું રાશિફળ
    • પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?
    • 8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર
    • Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત,૫ની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં જે નાનીએ માં બનીને ઉછેર્યો, તે જ દોહિત્રએ ગળું કાપી પતાવી દીધી!
    સુરત

    Surat માં જે નાનીએ માં બનીને ઉછેર્યો, તે જ દોહિત્રએ ગળું કાપી પતાવી દીધી!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026Updated:May 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat  તા.૮

    કહેવાય છે કે “સંબંધોમાં વિશ્વાસ એ કાચ જેવો હોય છે, જે એકવાર તૂટે તો ફરી સંધાઈ શકતો નથી.” પરંતુ સુરતના પુણા વિસ્તારમાં તો આ વિશ્વાસ અને સંબંધોનું લોહી વહ્યું છે. જે નાનીએ પોતાની દીકરીના બાળકોને (દોહિત્ર-દોહિત્રીને) માં બનીને ૧૦ વર્ષ સુધી ઉછેર્યા, તેમને છત આપી અને ભવિષ્યની ચિંતા કરી, તે જ દોહિત્રએ આવેશમાં આવીને પોતાની સગી નાનીની કરપીણ હત્યા કરી નાખી છે.

    પુણા વિસ્તારના પરવટ પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટના એક નાનકડા મકાનમાં ૭૦ વર્ષીય વૃદ્ધા લીલાબેન ચૌધરીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં આ મામલો આત્મહત્યા કે અકસ્માત જેવો લાગતો હતો, પરંતુ પોલીસની તીક્ષ્ણ નજર અને સાયન્ટિફિક તપાસે હકીકત ઉજાગર કરી દીધી. આ કોઈ બહારની વ્યક્તિનું કામ નહોતું, પણ ઘરના જ ૨૫ વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું કૃત્ય હતું.

    ઘટના બાદ આરોપી હર્ષે પોલીસ સામે મગરમચ્છના આંસુ સારતા એક વાર્તા ઘડી હતી. તેણે કહ્યું કે નાનીએ કંટાળીને જાતે જ ગળા પર ચપ્પુ મારી દીધું છે. જોકે, પુણા પોલીસ મથકના પીઆઇ વિક્રમ દેસાઈ અને તેમની ટીમે જ્યારે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી, ત્યારે આ જૂઠાણું પકડાઈ ગયું. ગળા પરના ઘા આત્મહત્યાના નહીં પણ હત્યાના હતા. સતત બે કલાકની મનોવૈજ્ઞાનિક પૂછપરછ બાદ હર્ષ ભાંગી પડ્યો અને પોતાની નાનીની હત્યાની કબૂલાત કરી.

    હર્ષ છેલ્લા લાંબા સમયથી બેકાર હતો અને દિવસે મોડે સુધી ઊંઘતો રહેતો હતો. નાની લીલાબેન શિસ્તના આગ્રહી હતા. તેમણે હર્ષને કહ્યું, “તું મોટો થયો છે, ક્યાં સુધી આમ બેસી રહીશ? કંઈક કામ કર, તારી બહેન અને પત્નીનું વિચાર.” બસ, આટલી જ શિખામણ હર્ષને એવી ખૂંચી કે તેણે રસોડામાંથી ચપ્પુ લાવીને નાની પર હુમલો કરી દીધો. અશક્ત વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ તેમનું ગળું કાપી નાખ્યું.

    મૃતક લીલાબેનની પોતાની દીકરી (હર્ષની માતા) બીજા લગ્ન કરી અલગ રહેતી હતી. છેલ્લા ૧૦ વર્ષથી લીલાબેન જ હર્ષ અને તેની બહેનનો સહારો હતા. જે હાથે તેને જમાડ્યો, તે જ હાથે તેને પતાવી દીધો. એક પળના આવેશમાં હર્ષ એ ભૂલી ગયો કે તેની નાની જે કંઈ કહેતી હતી તે તેના ભલા માટે જ હતું.

    પુણા પોલીસે હાલ આરોપી હર્ષ પટેલની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સહનશક્તિનો અભાવ અને આવેશ માણસને ક્યાં લઈ જઈ શકે છે.

    GUJARAT surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    સુરતમાં ગેરકાયદે Abortion scandalનો પર્દાફાશ, ‘મમતા’ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ઝડપાયો

    May 8, 2026
    સુરત

    સુરતમાં ‘બાય ઇન્ડી’ કંપનીના નામે કરોડોની Fraud, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૫ કરોડથી વધુ પડાવ્યા

    May 8, 2026
    સુરત

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026
    ખેલ જગત

    Gujarat Titans આજે RCB સામે ટકરાશે: Virat અને રબાડા પર નજર રહેશે

    April 30, 2026
    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ, બંદૂકની અણીએ SBIમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026

    8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.