Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    • હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department
    • ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા
    • POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ
    • Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે
    • America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે
    • America માં સીટીઝનશીપ પ્રક્રિયા વધુ મોંઘી : અરજી ફીમાં 80 ટકાનો તોતીંગ વધારો થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા Rajkot જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નિઃશુલ્ક તાલીમ હાથ ધરાઈ
    રાજકોટ

    મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા Rajkot જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નિઃશુલ્ક તાલીમ હાથ ધરાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા. ૦૯

    મે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે ’ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ’નો પ્રારંભ કરાયો છે. ગુજરાત સરકારના શ્રમ ખાતાં અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આયોજિત આ ટૂંકાગાળાનો અભ્યાસક્રમ અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે આગામી તા. ૨૨ મે સુધી કાર્યરત રહેશે, જેનો હેતુ ગ્રામીણ યુવાનોને રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ કરવાનો છે.

    આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, યુવા રોજગાર સજ્જતા કાર્યક્રમનો આશય ધોરણ ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી કઈ દિશામાં આગળ વધવું, તેની મૂંઝવણ અનુભવતા યુવાનોને માર્ગદર્શન આપી નોકરી કે વ્યવસાય કરવા માટે તૈયાર કરવાનો છે. આ કોર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી, યુવાનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજગારી મેળવી શકે. આ વિસ્તારના દીકરા-દીકરીઓ પગભર બને, તેવા ઉદ્દેશથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

    મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજના સમયમાં સ્કીલ બેડ કોર્સ કરવા ખૂબ જરૂરી છે. સ્થાનિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, જમીન માપણી, ફાયર સેફ્ટી અને સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા આધુનિક કોર્સનું આયોજન છે, જે વ્યાજબી દરે કે વિનામૂલ્યે શીખવવામાં આવશે. આઇ.ટી.આઇ.માં બહેનો માટે બ્યુટી પાર્લર જેવા કોર્સની પણ સુવિધા છે. આ તમામ કોર્સ સરકારી પ્રમાણપત્ર સાથેના હોવાથી ભવિષ્યમાં નોકરી મેળવવામાં અને સ્વરોજગાર ઊભો કરવામાં મદદરૂપ થશે.

    આ કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી, ત્યારબાદ મંત્રીશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરીને તેમનું અભિવાદન કરાયું હતું. આ અવસરે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. મિશાબેન વ્યાસે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. સુમનબેન વૈષ્ણવે આ તાલીમની રૂપરેખા અને તેના મહત્વ વિશે સમજ આપી હતી.

    ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના ડાયરેક્ટર જનરલ શ્રી પ્રવીણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવા રોજગાર સજ્જતા કાર્યક્રમમાં સોફ્ટ સ્કીલ, ગ્રામ્ય પત્રકારત્વ, એ.આઈ. મિત્ર અને એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ () જેવા આધુનિક વિષયોની તાલીમ અપાશે. જેમાં ધોરણ ૧૦ પાસ થયેલા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    નોંધનીય છે કે, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા દ્વારા અમદાવાદ જિલ્લાની બહાર પ્રથમ વખત રાજકોટ જિલ્લાના અમરાપુર ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ નિઃશુલ્ક તાલીમ હાથ ધરવામાં આવી છે. આ તકે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. પ્રાપ્તિબેન શાહ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.