Rajkot તા.૯
પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા માનનીય ધારાસભ્ય શ્રી પબુભા માણેક ૧૧ મે, ૨૦૨૬ ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
ટ્રેન સંખ્યા ૧૯૫૬૦/૧૯૫૫૯ ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક)
ટ્રેન સંખ્યા ૧૯૫૬૦ ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) ૧૧ મે, ૨૦૨૬ થી ઓખાથી દર સોમવારે ૨૩.૩૫ કલાકે ઉપડશે, મંગળવારે વહેલી સવારે ૦૪.૦૦ કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે ૨૩.૩૦ કલાકે તિરુપતિ પહોંચશે.
રિટર્ન માં ટ્રેન સંખ્યા ૧૯૫૫૯ તિરુપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) ૧૪ મે, ૨૦૨૬ થી તિરુપતિથી દર ગુરુવારે સવારે ૦૮.૧૫ કલાકે ઉપડીને શનિવારે સવારે ૦૫.૨૫ કલાકે રાજકોટ અને શનિવારે જ સવારે ૧૧.૫૦ કલાકે ઓખા પહોંચશે.
સ્ટોપેજઃઆ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડિપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરુપતિ સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ રહેશે.

