New Delhi,તા.24
કાચા તેલ પર લાગેલા પ્રતિબંધોમાં અસ્થાયી છુટના ફેસલા અંતર્ગત વેચાણ, પરિવહન, વીમા અને પેમેન્ટ સંબંધી સેવાઓની મંજુરી મળી ગઈ છે, આ રાહત 60 દિવસની છે
સૌથી મોટો ફાયદો : સસ્તુ તેલ
ભારત 2019 સુધી ઈરાનથી મોટી માત્રામાં તેલ ખરીદતું હતું, પરંતુ અમેરિકી પ્રતિબંધો બાદ તેની ખરીદી બંધ કરવી પડી હતી, ઈરાન સામાન્ય રીતે એશિયાઈ ખરીદનારાઓને આકર્ષક શરતો અને છુટ પર તેલ ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. ભારતનું આયાત બિલ 2016માં 231 અબજ ડોલર હતું જે હાલ સંકટથી વધીને 388 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
ઉર્જા સુરક્ષા મજબૂત
ભારત લગભગ 85 ટકા કાચું તેલ આયાત કરે છે. જેટલા વધુ સ્ત્રોત ઉપલબ્ધ થશે, ઉર્જા તેટલી મજબૂત થશે. ઈરાનની વાપસીથી રશિયા, સાઉદી અરબ, ઈરાક અને યુએઈ પર નિર્ભરતા થોડી ઘટી શકે છે.
મોંઘવારીમાં રાહત
કાચા તેલની કિંમતમાં ઘટાડાથી આયાત બિલ ઓછું થાય છે. ચાલુ ખાતા નુકસાન ઘટે છે. મોંઘવારી પર પણ સકારાત્મક અસર થઈ શકે છે.
હાલ સાવધાની જરૂરી
રાહત હાલ 60 દિવસ માટે છે અને અંતિમ શાંતિ સમજુતી પર નિર્ભર છે. જો વાટાઘાટ નિષ્ફળ જાય તો પ્રતિબંધ ફરીથી લાગુ પડી શકે છે.

