Morbi તા.૧૧ઃ
વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે ધમલપર-૨ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના ધમલપર-૨ વિસ્તારમાં કેટલીક વ્યક્તિઓ એકઠી થઈને ગંજીપત્તા વડે જુગાર રમી રહી હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મંગાભાઇ દેવજીભાઇ કારેલીયા, રાજેશભાઇ કાળૂભાઇ રાઠોડ, રમેશભાઇ અમરશીભાઇ મેર, રાજેશભાઇ વાલજીભાઇ જીંજરીયા અને ધીરૂભાઇ ગાંડુભાઇ સનુરા નામના શખ્સો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના અને કુલ રૂ. ૬,૧૮૦ ની રોકડ રકમ કબજે કરી છે. તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

