(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૨ઃ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જામનગરના મહેમાન બન્યા હતા અને રાત્રિ રોકાણ દરમિયાન શહેરના વિવિધ આગેવાનો તથા મહાનુભાવોએ તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જામનગરની શૌર્ય પરંપરાનું પ્રતિક માનાતી ચાંદીની ખુલ્લી કટાર ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી, અને વિશેષ રૂપે જામનગર શહેરમાં વડાપ્રધાનના આગમનને લઈને સ્વાગત અને અભીવાદન કર્યું હતું. આ અનોખી ભેટે સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. કટારને શૌર્ય, સંકલ્પ અને વિજયના પ્રતિક તરીકે જોવામાં આવે છે.આ પ્રસંગે રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી હંમેશા રાષ્ટ્રવાદ અને શક્તિની પ્રેરણા આપતી આવી છે અને હવે જામનગરથી પંજાબ સુધી ભાજપના વિજયનો સંદેશ પહોંચાડવાનો સમય આવી ગયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી પંજાબ ચૂંટણીમાં પણ ભાજપ ભવ્ય જીત હાંસલ કરશે.વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસ દરમિયાન યોજાયેલા આ સન્માન સમારોહે રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિશેષ ચર્ચા જગાવી હતી.

