(નયના દવે દ્વારા
Jamnagar તા.૧૨ઃ
રાજકોટ ડિવિઝન ના આરપીએફ દ્વારા મુસાફર નો રૂ. ૫૭,૩૬૦ નો સામાન સુરક્ષિત પરત કરાયો હતો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ એ પોતાની સતર્કતા, તત્પરતા અને પ્રામાણિકતા નો પરિચય આપતા એક મુસાફર નો ખોવાયેલો કિંમતી સામાન સુરક્ષિત પરત કરીને પ્રશંસનિય કાર્ય કર્યું છે.રાજકોટ ડિવિઝ ના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીના ના જણાવ્યા અનુસાર તારીખ ૪ મે ના વહેલી સવારે ૪૫૦ વાગ્યે જામનગર આરપીએફ પોસ્ટ પરથી માહિતી મળી હતી કે ટ્રેન સંખ્યા ૨૨૯૭૦ ડાઉન બનારસ- ઓખા એકસપ્રેસના કોચ બી/૩, બર્થ સંખ્યા ૬૩ પર એક મુસાફરની બેગ જામનગર સ્ટેશને ઉતરતી વખતે છૂટી ગઈ હતી જે અંગે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહનલાલ શર્મા અને કોન્સ્ટેબલ અરશીભાઈ એ ખંભાળિયા રેલ્વે સ્ટેશન ટ્રેન પહોંચતા સંબંધિત કોચમાં તપાસ કરી કાળા કલરની લેપટોપ બેગ સુરક્ષિત હાલતમાં મુસાફર નો સંપર્ક કરીને તેને આરપીએફ પોસ્ટ ખંભાળિયામાં પરત સોંપી હતી.

