વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ૧૯મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે
Laos,તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચી ગયા છે. અહીં તેઓ ૨૧મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ૧૯મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા લાઓસ પહોંચ્યા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ ત્યાં પહોંચતાની સાથે જ લાઓસનો ભારતીય સમુદાય પણ તેમનું સ્વાગત કરવા પહોંચી ગયો. લાઓસમાં રહેતા ભારતીયોએ ગાયત્રી મંત્ર સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
જ્યારે પીએમ મોદી હોચલ પહોંચ્યા, ત્યારે લાઓસ સમુદાયના લોકોએ વિએન્ટિયનની હોટેલ ડબલ ટ્રીમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું અને હિન્દીમાં તેમનું અભિવાદન કર્યું. વડા પ્રધાન મોદીએ વિયેતિયાનમાં લાઓસના વરિષ્ઠ બૌદ્ધ સાધુઓના આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ અને ૧૧ ઓક્ટોબરે લાઓસના પ્રવાસે છે. પીએમ મોદી લાઓસ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના વડા પ્રધાન સોનેક્સે સિફંડનના વિશેષ આમંત્રણ પર લાઓસ પહોંચ્યા છે આ દરમિયાન પીએમ મોદી વિએન્ટિયાનમાં શિખર સંમેલન દરમિયાન ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે.
PMમોદી ૨૧મી આસિયાન-ભારત અને ૧૯મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે વિએન્ટિઆન, લાઓ પીડીઆરની બે દિવસીય મુલાકાતે છે. આ વર્ષે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી એક દાયકા પૂર્ણ કરી રહી છે.
ઁસ્ની લાઓસની બે દિવસીય મુલાકાતે રેખાંકિત કર્યું છે કે કેવી રીતે એસોસિએશન ઑફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ (છજીઈછદ્ગ) ના સભ્ય દેશો ભારતની એક્ટ ઈસ્ટ નીતિના મહત્વના સ્તંભો છે અને નવી દિલ્હીના ઈન્ડો-પેસિફિક વિઝનના મુખ્ય પાર્ટનર છે, જેને વડા પ્રધાન દ્વારા પ્રબળ સમર્થન મળે છે.