Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    • ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા
    • Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    • Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર
    • Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    • કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ
    • USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું
    • Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    અમદાવાદ

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 13, 2026Updated:May 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીને ચૂનો ચોપડ્યો; ત્રણેને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો

    Ahmedabad, તા.૧૩

    વર્ષ ૨૦૦૧-૦૨માં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સાથે લાખોની છેતરપિંડી કરનાર સર્વેયર સહિત ૩ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે ૩-૩ વર્ષ કેદની સજા ફટકારી છે અને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. ચુકાદો આપતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિલેશ એન. પાથરે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ નિઃશંકપણે પૂરવાર કરે છે કે આરોપીઓએ કાવતરું રચી વીમા કંપની સાથે છેતરપિંડી કરી છે. એફ.એસ.એલ. રિપોર્ટ અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટના અભિપ્રાય મુજબ દસ્તાવેજોમાં કરવામાં આવેલી સહીઓ બનાવટી હોવાનું સ્પષ્ટ થયું છે. વીમા કંપનીના અધિકારીઓએ તેમના સિનિયરના દબાણ હેઠળ કામ કરીને ગંભીર ભૂલો હોવા છતાં ખોટી રીતે ક્લેમની ફાઈલો તૈયાર કરી હતી, જે કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો છે. આ કેસની વિગત મુજબ, આરોપીઓએ વર્ષ ૨૦૦૧-૦૨ દરમિયાન મે. એમ.ડી. પટેલ એન્ડ કંપની અને નૈનેશ સૂર્યકાંત પટેલના નામે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, સુરત પાસેથી ફાયર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવી હતી. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ અને ફટાકડાના કારણે આગ લાગી હોવાનું જણાવી તમાકુના નુકસાનનો ખોટો ક્લેમ રજૂ કર્યો હતો. આ માટે તેઓએ ખોટી એફ.આઈ.આર., ખોટા પંચનામા, ફાયર બ્રિગેડના બોગસ પ્રમાણપત્રો અને અન્ય બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ મામલે સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે જતીન ભાનુભાઇ જોશી (સર્વેયર), મધુસુદન ડી. ભાવસાર, વિજય અરવિંદભાઇ કાયસ્થ, રોનાલ્ડ અમરજીત જેમ્સ, નીલેશ ડી. પટેલ અને ઉમેશ વી. પટેલ દર્શાવવામાં આવ્યા હતા. આ કેસમાં  સીબીઆઈના તપાસ કરનાર અધિકારી ટી. ગોપાલ નાયકે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે જે જગ્યાએ આગ લાગ્યાનું દર્શાવ્યું હતું ત્યાં વાસ્તવમાં કોઈ દુકાન કે ગોડાઉનનું અસ્તિત્વ જ નહોતું. આ કેસ ચાલવા પર આવતા ત્રણ આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સ, નીલેશ ડી. પટેલ અને ઉમેશ વી. પટેલનું ટ્રાયલ દરમિયાન અવસાન થતાં તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જ્યારે સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આખોય કેસ પુરવાર થાય છે,   જ્યારે નિષ્ણાતો (સર્વેયર) પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, ત્યારે તે જાહેર સંસ્થાઓ માટે મોટું નુકસાન છે. એફએસએલ રિપોર્ટ દ્વારા સાબિત થયેલ બનાવટી સહીઓ આ ગુનાહિત કાવતરાનો મુખ્ય પુરાવો બની છે, ત્યારે આવા આરોપીઓને સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે જતીન ભાનુભાઇ જોશી (સર્વેયર), મધુસુદન ડી. ભાવસાર અને વિજય અરવિંદભાઇ કાયસ્થને ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026
    અમદાવાદ

    લોકસભા, વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ ગુજરાતમાં Congressનો સફાયો નિશ્ચિત

    May 12, 2026
    અમદાવાદ

    અમદાવાદના યુવકને સારવાર માટે Rajasthan લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

    May 12, 2026
    અમદાવાદ

    Ahmedabad Sabarmati મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

    May 12, 2026
    અમદાવાદ

    અમદાવાદમાં Orange Alert, ગુજરાતના ૯ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર, હજી ચાર દિવસ કોઈ રાહત નહિ

    May 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવે ’ખાડારાજ’નો અંત આવશે, ચોમાસામાં રોડ રિપેરિંગ માટે AMCનો હોટમિક્સ પ્લાન તૈયાર!

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026

    USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.