Surendranagar તા.15
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી પુરવઠો વિતરણ કરવા માટે સુરેેન્દ્રનગર શહેરની અલગ અલગ જોન પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ માટેની ઓફિસો કાર્યરત કરવામાં આવી છે ત્યારે સુરેેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં પણ પાણી પુરવઠો વિતરણ કરવા માટે અને સ્ટાફ રહી શકે અને રાત્રી રોકાણ કરી શકે તે માટે પાણીની ટાંકી ઉપર જ ઓફિસો બનાવવામાં આવી છે અને ત્યાં સ્ટાફ રહેતો હોય છે.
ત્યારે હવે આ ઓફિસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું બહાર આવ્યું છે સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ની ઓફિસોમાંથી ખાલી દારૂના ચપલા મળી આવ્યા છે અને કર્મચારીઓ ત્યાં સુતા હોય અને તેમની નીચે જ ખાલી દારૂના ચપલા પડ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ મામલે સોશિયલ મીડિયા ઉપર પણ વિડીયો અને ફોટા વાયરલ થતા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે .
ડેપ્યુટી કમિશનર દ્વારા આ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે મહાનગરપાલિકાની બિલ્ડીંગોનો કોના દ્વારા ગેર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને રાત્રિ દરમિયાન ત્યાં દારૂની મહેફીલો કોણ માણી રહ્યું છે તે દિશા માં પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકાની પાણીની ટાંકી ની ઓફિસોમાં જ આ પ્રકારના કૃત્ય થતા હોવાનું સામે આવતા પોલીસ વિભાગે પણ આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે અને રાત્રિ દરમિયાન જે સ્ટાફ જ આવે છે તેમની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
હાઈ વોલ્ટેજ પાર્ટીઓ રાત્રિ દરમિયાન મહાનગરપાલિકાની પાણીની ટાંકી વિભાગની ઓફિસોમાં થતી હોવાનું સામે આવતા મહાનગરપાલિકાના શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

