(દિનેશ જોષી)
Kodinar તા.15
કોડીનાર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી જંગલ વિસ્તારનાં હિંસક વન્ય પ્રાણીઓ સિંહ-દીપડાના વસવાટથી સીમમાં ખેતી કામ કરતાં ખેત મજુરો-ખેડૂતો ભયભીત બન્યા છે. તેવા સમયે અરણેજ ગામની સીમમાં આવી ચડેલા ખુંખાર ગામની સીમમાં આવી ચડેલા ખુંખાર દીપડાએ 6 વર્ષની બાળાને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.
બનાવની મળતી વિગત મુજબ કોડીનાર તાલુકાના અરણેજ ગામની સીમમાં ગત રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક ખૂંખાર દિપડાએ આઠ વર્ષની બાળાને ફાડી ખાધી હતી. અરણેજ ગામની સીમમાં બીડીનો પા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઇ ગોહિલની દીકરી કોમલ (ઉ.વ. 8) તેની મોટી બહેન વિશ્ર્વાસ સાથે તેના ઘરની સામે જ સો મીટર દૂર રહેતા તેમના મોટાબાપુના ઘરે જતા હતા તે વખતે એક ખૂંખાર દિપડાએ કોમલના ગળાના ભાગેથી દબોચી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે ઘાટવડ બીટ વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે.
કોડીનાર તાલુકામાં દીપડાઓ અવાર-નવાર માનવ વસાહતમાં આવી ચડી પશુઓના મારણ કરતા હોય છે. હવે દીપડાઓ માનવભક્ષી બન્યા હોય તેમ માસુમ બાળકીને ફાડી ખાતા સમગ્ર ગામમાં ભય ફેલાયો છે. વન વિભાગે હિંસક દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

