(મિલાપ રૂપારેલ)
Amreli તા.15
અમરેલી તાલુકા પંચાયતનાં સદસ્ય ભાવનાબેન સુખડીયાએ પીજીવીસીએલનાં નાયબ ઈજનેરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, દેવભૂમિ દેવળીયા ગામે ગામમાં મનસુખભાઈ ખોડાભાઈ નાકરાણીના ઘર પાસે વીજ લાઈન તાર એકદમ ઢીલા પડી ગયેલ છે. તેમજ કાનાભાઈનાં ઘર પાસે જુના સુખડિયા પરિવાર માતાજી મંદિરને અડીને થાભલો ક્રેક થયેલ છે.
તેમજ નવા પણ વિસ્તારમાં સામતભાઈ પીપળીયાના ઘર પાસે અને માનસિંગભાઈ ધોળકીયાના ઘર તરફ વીજ વાયરો બીલકુલ ઢીલા પડી ગયેલ છે. અને પોલ નમી ગયેલા છે. લીલીબેન દેવીપુજકના માલીકીનાન પ્લોટમાં તેના ઝુપડાને અડીને આવેલ પોલમાં અનેકવાર શોર્ટસર્કીટ નુકશાન થવાનુ સક્રિયતા હોવાથી જેને સામાને સાઈડ પોલને ફેરવા તેમજ ખેતીવાડી વિસ્તારમાં વિક્રમભાઈ હરીભાઈ રાજપુતના વાડીએ જતી વીજ લાઈનો એકદમ ઢીલી થઈ ગયેલ છે.
અને પોલ લાઈન ત્રાસાથઈ ગયેલ છે. તેમજ ગામને અડીને પસાર થતી જયોતિગ્રામ ઈલેવન લાઈનના પોલ જીવરાજભાઈ મોહનભાઈ સુખડીયા ખેતરમાં ત્રાસા થઈ ગયેલ હોય અને એન કારણે ખેડુતને ખેતીકામમાં અડચળ રૂપ હોય તો આ બાબતે તાત્કાલીક આ લાઈનો મરામત કરવા અંતમાં માંગ કરેલ છે.

