Veraval તા.15,
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજયના સફાઈ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો (મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે .આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આ યોજના હેઠળ સફાઇ કામદારો કે તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યક્તિગત રૂ.1,70,000/-(એક લાખ સીત્તેર હજાર રૂપિયા પુરા/-)ની નાણાકીય સહાય ચાર હપ્તામાં ચુકવવામાં આવશે.
જેમાં પ્રથમ હપ્તો રૂ.30,000/- (વહીવટી મંજુરીના હુકમ સાથે બીજો હપ્તો રૂ.80,000/-પ્લીન્થ લેવલ થયેથી ત્રીજો હપ્તો રૂ.50,000/-રૂફ કાસ્ટ લેવલ પુર્ણ થયેથી અને ચોથો હપ્તો રૂ.10,000/-શૌચાલય સહિતનું આવાસ પુર્ણ થયેથી આમ આ યોજના અન્વયે વર્ષ 2026-27 દરમિયાન વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

