Junagadh તા.15
જૂનાગઢમાં રહેતા પટેલ યુવાને 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હોય તેમાં વ્યાજ સહિત રૂા.6 લાખ ચુકવવા છતાં વ્યાજખોરોએ 8 લાખની પઠાણી ઉઘરાણી કરતા આખરે સી-ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ સી-ડીવીઝન હદમાં રહેતા ફરિયાદી પીયુષ મનહરભાઇ પબાણી (પટેલ) (ઉ.વ. 38, રહે. રચના એપાર્ટમેન્ટ, બ્લોક નં. બી-2/202, મૌલીક સ્કૂલ સામે, ભક્તિનગર)વાળાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2022ના તા.1-1-22માં આરોપી જયદીપ ઉનડકટ (રહે. જુનાગઢ) વાળા પાસેથી રૂા.4 લાખ 8 ટકાના વ્યાજે (માસિક) વ્યાજે લીધેલ જેના રૂા.6 લાખ વ્યાજના ચુકવી દીધેલ ઉપરાંત મુદલ રકમ 5 લાખ પરત આપી દેવા છતાં પણ સીક્યુરીટીના ચેક લીધેલા તથા બે પ્રમોસરી નોટ પરત નહીં આપી રૂા.8 લાખની પઠાણી ઉઘરાણી કરી પીયુષભાઇ પબાણી અને સાહેદના બેન્કના બે ચેકનો દુરપયોગ કરી ચેકો વટાવી નેગોશીએબલ એક્ટની ફરિયાદ કરી ફરિયાદી પાસેથી રૂા. 8 લાખના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી.
જો નાણા નહીં આપે તો બાકીના ચેકો પણ બેન્કમાં નાખી બાઉન્સ કરી અયોગ્ય રીતે રૂપિયા વસુલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા હોવાની સી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઇન્સ. આર.આર. બ્લોચે તપાસ હાથ ધરી છે.

