Amreli તા.15
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી નયનાબેન ગોરડિયા ના અધ્યક્ષસ્થાને નિરિક્ષણ અને લોકદરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો સરપંચો અને હોદેદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .
ડીવાયએસપી દ્વારા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 2025 , 2026, ના ક્રાઈમ બાબત ના રજીસ્ટર ચેક કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી નું પણ નિરીક્ષણ કરવા આવ્યું હતું લોક દરબાર માં ડીવાયએસપી નયનાબેન ગોરડિયા ટાઉન પીઆઇ દેસાઈ સાહેબ પોલીસ સ્ટાફ જુદી જુદી જ્ઞાતિના આગેવાનો સરપંચો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

