Veraval તા 15
વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ મા ઉનાળુ પાકો ની આવક થી છલકાયું છે.આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં અડદ,મગ, ચોળી બાજરા સહિત ના પાકો મોટાં પ્રમાણમાં વાવેતર થાય છે અને અત્યારે પાક લણવા ની સીઝન પુરજોશમાં ચાલી રહેલ છે અને આ તમામ ઉનાળુ પાકો કાજલી માર્કેટીંગ યાર્ડ મા આવી રહેલ છે જેમાં મુખ્ય પાકો મા અડદ, મગ, ચોળી સહિત નો સમાવેશ છે કાજલી માર્કેટીંગ યાર્ડ મા અદડ ના 20 કિલો ના ભાવ 1658, મગ ના 1925 અને ચોળી ના 1557 ભાવો આવેલ છે
કાજલી માર્કેટીંગ યાર્ડ મા યાર્ડ ને બન્ને બાજુના નેશનલ હાઇવે રોડ, યાર્ડ મા વિશાળ પાર્કિંગ,તેમજ સમગ્ર યાર્ડ મા આર સી સી હોવાથી ખેડૂતો અને વેપારીઓ ના માલ નો બગાડ થતો નથી તેમજ ખેડૂતો અને વેપારીઓ ને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે યાર્ડ ના યુવા ચેરમેન પરેશભાઈ પરમાર અને સેક્રેટરી કનકસિંહ પરમાર દ્વારા સતત હાજરી અને દેખરેખ રાખી રહેલ છે અને સમગ્ર સ્ટાફ પણ ખડે પગે હોય છે.
કાજલી માર્કેટીંગ યાર્ડ મા દિવસ ભર લોકો નો ધસારો જોવા મળે છે ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે પરંતુ વેરાવળ પાટણ અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખરીદી કરવા આવે છે આ લોકો ને વ્યાજબી ભાવે વસ્તુ મળતી હોવાથી યાર્ડ મા દિવસ ભર ધસારો જોવા મળે છે

