Jamnagar તા.15
જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક એક કોમ્પલેક્ષના પાર્કીગમાં રહેલી નાસ્તાની લારીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.56 લાખની કિંમતની દારૂની બોટલ અને ચપલાનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જામનગર, ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલ સેન્ટર પોઇન્ટ કોમ્પલેક્ષના પાર્કીગમાં આવેલી શક્તિ નાસ્તા હાઉસ લખેલ રેકડી માંથી દારૂ ઝડપાતા પોલીસ દોડતી થઈ છે. નાસ્તાની લારીમાં દારૂ મામલે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન તલાસી લેતા રેકડીમાંથી 84,000 ની કિંમતના 240 નંગ ચપલા મળી આવ્યા હતા. આ ઉપરાંત 72,000 ની કિંમતની 60 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,56,000 નો મુદામાલ જપ્ત કરી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતો આ પ્રકરણમાં વિક્રાંત ઉર્ફે વીકી ગાગડીયા (રહે.નવાગામઘેડ જામનગર) ની સંડોવણી સામે આવી હતી. જેને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

