Jamnagar તા.15
જામનગરમાં ગત મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા વાહનચાલકોના ખિસ્સા પર બોજ વધ્યો છે.શહેરમાં પેટ્રોલમાં રૂ.2.99 નો વધારો થતા નવો ભાવ રૂ.97.57 એ પહોંચ્યો છે.જ્યારે ડીઝલમાં રૂ.3.09નો ભાવ વધારો કરતા નવો ભાવ રૂ.93.24 પહોંચ્યો હતો.સરકારે મોડી રાત્રે પેટ્રોલ પંપના ડીલરોને મેસેજ કરીને તાત્કાલિક અસરથી ભાવ વધારો લાગુ કરી દેતા ગ્રાહકો અને સંચાલકોમાં આશ્ચર્ય માં મુકાયા હતા.
સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારો જાહેર કરતા જામનગર શહેરમાં પેટ્રોલના જૂના ભાવ રૂ.94.49 હતો.તેમાં વધારો રૂ.2.98 નો થતા નવો ભાવ રૂ.97.97 થયો છે.તો ડીઝલનો જૂનો ભાવ રૂ.90.15 હતો. તેમાં રૂ.3.09 નો વધારો કરતા નવો ભાવ રૂ.93.24 એ પહોંચ્યો છે. આમ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સીધી અસર વાહન પરિવહન સાથે તમામ ચીજવસ્તુઓ ઉપર પડશે.
વડાપ્રધાન દ્રારા ચૂંટણી પહેલા આપેલ સૂચનાઓ પછી આ ભાવ વધારો એ લોકોના જીવન નિર્વાહ ઉપર સીધી પડશે. જો કે યુધ્ધની સ્થિતિને લઈ ઓઈલના ભાવમાં 100 ડોલરને પાર કરી જતા સરકારે પણ આર્થિક બોજ આવી આવી પહોંચ્યો હતો. આર્થિક ખોટમાં રાહત માટે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવો પડ્યો છે.
ચૂંટણી પછી ભાવ વધારો આવશે તેવી લોકોની ધારણાઓ સાચી પડી હતી.થોડા સમય પહેલા કોર્મશિયલ ગેસના બાટલામાં ભાવ વધારો કરતા અનેક હોટલો અને રેસ્ટોરન્ટના સંચાલકોએ ખાણીપીણી ચીજવસ્તુઓ ના ભાવમાં વધારો કરવો પડ્યો હતો.
કેટલાકે તો બાટલાની અછત અને ભાવ વધારાના લીધે ધંધો બંધ કરવાની ફરજ પડી હતી.આમ સામાન્યજન ઉપર ચા થી લઈ નાસ્તો,ભોજન સહિત ચીજવસ્તુઓ મોંઘી બની છે. તેવા સમયે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરતા અનેક પરિવહનો સહિત દરેક ચીજવસ્તુઓ મોંઘી બનશે.તેનો બોજ સામન્ય લોકો ઉપર આવી પડ્યો છે.
ડીઝલના ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને રસોડા પર પડે છે. તેને આ રીતે માલભાડું વધશે ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળો અને રાશન મોંઘા થઈ જશે.ખેતીનો ખર્ચઃ ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેનાથી અનાજનો ખર્ચ વધશે.બસ-ઓટોનું ભાડુંઃ સાર્વજનિક પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં શા માટે આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.

