Morbi તા.15
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રાજુ ખીમજીભાઈ પરમાર (30) રહે. લાયન્સનગર તથા રાહુલ નરેન્દ્રભાઈ ઠાકુર (16) રહે. ગાયત્રીનગરને કનૈયા ડેરી પાસે ચારેક લોકોએ છરી તથા લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જેથી રાજુ અને રાહુલને સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. પોલીસે નોંધ કરી રાબેતા મુજબની તપાસ કરી હતી.
આ વિસ્તારમાં છાશવારે આવી ઘટનાઓ બને છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. તેમજ જુના મકનસર ગામે રાત્રે બે વાગ્યે થયેલી મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બાઘુબેન બહાદુરભાઈ કુંટીયા (50) અને મનુબેન જેઠાભાઈ કુંઢીયા (70) રહે. જુના મકનસર નામના બે વૃધ્ધાઓને ઈજા થયેલ હોય સિવિલે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
મોરબીના ધુળકોટ ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દિલીપભાઈ માવજીભાઈ વેગડ (45) રહે. બાદનપર મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયારે અકસ્માત બાદ મોં માંથી લોહી નિકળતી બીનવારસી હાલતમાં 108 વડે મીનુભાઈ નવીનભાઈ નામના 35 વર્ષના યુવાનને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે રહેતા વિમલ કાંતિભાઈ ડામોર (33) નામના યુવાને ઘરે કોઈ કારણસર તાવ-શરદીની 25 જેટલી ગોળીઓ એકી સાથે ખાઈ લેતા તેને સારવાર માટે સિવિલે લવાયો હતો.
આધેડ સારવારમાં
મોરબીના ભરતનગરથી સાદુળકા જતા રસ્તે બાઈક સ્લીપ થતા ઈજા પામેલા પ્રવીણભાઈ પાંચાભાઈ ભુંભરીયા (53)ને સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે વાંકાનેર હાઈવે ઓનેસ્ટ હોટલ નજીક અજાણ્યા વાહન હડફેટે ઈજાઓ થતા પ્રફુલ દિનેશભાઈ (35) રહે.લાલપરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વૃધ્ધા સારવારમાં
મોરબીના ચંપાબેન ગોપાલભાઈ નામના 76 વષના વૃધ્ધા ઘરે પડી ગયા હોવાથી સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લાલપરના ગેઈટ પાસે પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે છોટાહાથીને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા વિપુલભાઈ દેવજીભાઈ વિરસોડીયા (33) રહે. સિંધાવદરને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.
વાંકાનેર હાઈવે ઢુવાથી વાંકાનેર બાઈકમાં જઈ રહેલા મહેશ મુકેશભાઈ માલકીયા અને શૈલેષ ભરતભાઈ સાંતોલા રહે. બંને મોરબીને અન્ય બાઈકના ચાલકે ઠોકર મારતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જયારે રફાળેશ્ર્વર ગામે કોઈ કારણોસર ફીનાઈલ પી ગયેલા સોનલબેન જાવિદભાઈ બ્લોચ (26) નામની મહિલા સિવિલે લાવવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો મુજબ ઘર કંકાસને પગલે તેઓએ આ પગલુ ભયુર્ં હતું.

