Morbi તા.15
વાંકાનેરમાં ચંદ્રપુર ગામે મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઘરની અંદરથી દારૂની 54 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને ઘરધણીની ધરપકડ કરી હતી અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ચંદ્રપુર પાસે પાણીના ટાંકા નજીક શેરી નંબર બે માં રહેતા અમિત ઉર્ફે હમીદ બ્લોચના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 44 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5150 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ બલોચ (30) રહે. ચંદ્રપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન અનુ ખાચર રહે. મોલડી તાલુકો ચોટીલા વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બિયર સાથે
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી પોલીસે 144 ની કિંમતના બિયરના ટીન કબજે કરીને આરોપી લલિત શિવાભાઈ પાટડીયા (30) રહે. શનાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

