ડમ્પર અને ખાનગી બસના દુર્ઘટનામાં ડામર ની યોગ્ય સફાઈ ન થતા ચિકાસ લપસણા રોડ ને કારણે અકસ્માત થયાનું પ્રાથમિક તપાસ
Rajkot,તા.18
મિત્રના લગ્ન પતાવી પરત ફરતી વેળાએ રાજકોટના પરિવારનો કાંધોતર પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યું ચોટીલા-રાજકોટ હાઇવે પર સાંગાણી ગામના ઓવરબ્રિજ નજીક કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ૬ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતા શૈલેન્દ્ર મહિયાલ યાદવ (ઉં ૧૩) અને તેનો પિતરાઈ ભાઈ શંકર પપ્પુભાઈ યાદવ(ઉં ૨૦) ચોટીલા મિત્રના લગ્નમાં ગયા હતા ત્યાંથી પરત ફોરવીલમાં ફરી રહ્યા હતા ત્યારે સાંગાણી ગામના ઓવરબ્રિજ ઉતરતી વખતે ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકનું કોઠારીયા સોલ્વન્ટ રહેતા દીપેન ભરતભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ૫ મુસાફરોને ઈજાઓ પહોંચતાં પ્રાથમિક સારવાર ચોટીલા આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાંજે આશરે સાડા પાંચ વાગ્યે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ટ્રાફિક હળવો કરીને હાઇવે ચાલુ કરાવ્યો હતો.
સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ગત ગુરુવારે રાત્રે આ જ સ્થળે ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. તે અકસ્માત દરમિયાન ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ડામર રોડ પર ઢોળાઈ ગયો હતો. આ અકસ્માત બાદ રોડ પરથી ડામર યોગ્ય રીતે સાફ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે રસ્તા પર અત્યંત ચીકાશ અને લપસણી સપાટી સર્જાઈ ગઈ હતી. જેથી ગઈકાલે અમદાવાદ તરફથી આવી રહેલી સ્વીફ્ટ કાર આ ડામરવાળા રોડ પરથી પસાર થતાં જ ટાયરે પકડ ગુમાવી દીધી હતી અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. મૃતક દીપેન પોતે લુહારી કામ કરતો અને પરિવારનો એકનો એક પરિવારમાં આક્રદ છવાયો હતો ચોટીલા પોલીસ સ્ટેશન એએસઆઈ દીવાનભાઈ વધુ તપાસ ચાલવી રહ્યા છે

