આનંદ નગર, સરિતા વિહાર ,કોઠારીયા, દૂધસાગર રોડ ,ગાંધીગ્રામ અને શુકલ પીપળીયા ગામે દરોડો
શરાબની ૮૩ બોટલ અને એકટીવા મળી રૂ.૮૪ હજારનો મુદ્દામાલ કબ્જે,પાંચ શખ્સની ધરપકડ:એકની શોધખોળ
Rajkot,તા.18
શહેરમાં પોલીસે છ સ્થળે વિદેશી દારૂના દરોડા પાડ્યા છે જેમાં કોઠારીયા મેઇન રોડ પર આવેલી અરવિંદભાઈ મણિયાર સોસાયટીમાં મકાનમાં, દૂધસાગર રોડ પર, સરિતા વિહારમાં, ગાંધીગ્રામમાં એસ.કે ચોકમાં એકટીવામાંથી અને શુક્લ પીપળીયા ગામે થી પાંચ શખ્સોને વિદેશી દારૂની ૫૮ બોટલ અને એકટીવા મળી રૂ.૮૧ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે એકટીવા ચાલક નાસી જાતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં દારૂ અને જુગારની બડીઓનાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે, ગાંધીગ્રામ – ૨ ( યુનિ) પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાલા રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટીના કુલ નજીકથી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે સરિતા વિહાર સોસાયટીમાં રહેતો વનરાજસિંહ જામભા ઝાલાને ઝડપી લીધો છે. જ્યારે ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કોઠારીયા મેઇન રોડ પર આવેલી અરવિંદભાઈ મણિયાર સોસાયટી-૧૧ માં રહેતો જીગ્નેશ ઉર્ફે લાલો હરજીભાઈ કમાણી નામના શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. ભક્તિનગર પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડી રૂ.૨૩.૭૦૦ની કિંમતની શરાબની નાની મોટી ૨૫ બોટલ સાથે જીગ્નેશ ઉર્ફે લાલો કમાણીને ઝડપી લીધો છે. તેમજ કોઠારીયા રોડ પર આવેલી આનંદ નગર કોલોની, અજંતા પાર્ક બ્લોક નંબર એફ -૭ ,રૂમ નંબર ૧૫૦માં વિદેશી દારૂનો દરોડો પાડી શરાબની ૨૭ બોટલ સાથે રૂપેશ ઉર્ફે કાનો રાજુ સોલંકીને ભક્તિનગર પોલીસની ટીમે ઝડપી લીધી છે. ત્રીજો વિદેશી દારૂનો દરોડોમાં થોરાળા પોલીસે દૂધસાગર રોડ પરથી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો મોસીન બસીરભાઈ સમાને વિદેશી દારૂના બે ચપલા સાથે ઝડપી લીધો છે. જ્યારે ગાંધીગ્રામ પોલીસની ટીમે એસ.કે ચોકમાંથી એકટીવા માથી શરાબની ચાર નાની બોટલ સાથે વાહન કબ્જે કરી , ચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે કુવાડવા રોડ પોલીસ ની ટીમે શુક્લ પીપળીયા ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસેથી શરાબના ૦૨ ચપલા સાથે શુક્લ પીપળીયા ગામે રહેતો અને ઈમિટેશનનો ધંધો કરતો નરેશ ઉર્ફે નરશી ધરમશીભાઈ જજવાડિયા નામના શખ્સને ઝડપી લીધો છે.
એ ડી બી હોટેલ નજીક ટોઈંગ કરેલી કારમાંથી ૪૮૦ બોટલ દારૂ ઝડપાયો
એમપી થી કારમાં દારૂ ભરી આવતા ખેપીયાને નસીબે દગો દીધો: બગોદરા નજીક કાર ખોટવાઈ જતા ક્રેઇન મારફતે ટોઈંગ કરવાની ફરજ પડી
જય મકવાણાને શરાબની ડિલિવરી થાય તે પૂર્વે પીસીબી ત્રાટકી: રૂ.૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે મહેન્દ્ર નડીયાપરાની ધરપકડ
શહેરના જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડીથી બેડી ચોકડી બાય પાસ પર આવેલી એ ડી બી હોટલ પાસેથી, ક્રેઇનમાં ટોઈંગ કરેલી કારમાં વિદેશી દારૂ સાથે બગોદરા થી રાજકોટ પહોંચે તે પહેલા વિદેશી દારૂની ૪૮૦ બોટલ મળી રૂ.૨.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી,રાજકોટના જય મકવાણા સુધી પહોંચે તે પહેલા પીસીબી ની ટીમે ઝડપી લઇ મહેન્દ્ર હેમતભાઈ નડીયાપરાની ધરપકડ કરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શહેરમાં દારૂ અને જુગાર સહિતની બડી ડામી દેવા આપેલી સૂચનાના પગલે, પીસીબીની ટીમ પેટ્રોલિયમ હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, બેડી ચોકડીએથી
માધાપર ચોકડી બાયપાસ પર જી જે ૧૮ બી સી ૦૮૬૭ ફિયાટ કારમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ આવી રહ્યો છે.
બાતમીના પગલે પીસીબી ની ટીમ એ ડી બી હોટલ પાસે વચમાં ગોઠવાઈ ગઈ હતી જે દરમિયાન ક્રેઇનમાં બાતમી મળેલી કાર ટોઈંગ કરેલી હાલતમાં જોવા મળી હતી.
પોલીસે ટોઈંગ કરેલી કાર નીચે ઉતારી તલાસી લેતા એમાંથી વિદેશી દારૂની ૪૮૦ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને કાર મળી રૂ.૨.૨૦ લાખનો મુદ્દામાલ મહેન્દ્ર હેમંતભાઈ નડિયાપરને ઝડપી લીધો છે. પોલીસે વિશેષ તપાસ કરતા રાજકોટમાં રહેતો મહેન્દ્ર હેમંતભાઈ નડીયાપરા નામનો શખ્સ એમ પી થી દારૂનો જથ્થો લઈ બગોદરા પહોંચ્યો ત્યારે કાર ખોટવાઈ ગઈ હતી જેથી તેને ક્રેન મારફતે કારને ટોઈંગ કરી રાજકોટ રવાના કરી હતી. પરંતુ મહેન્દ્રને નસીબે દગો દીધો હતો. દારૂ ભરેલી કાર ક્રેન મારફત રાજકોટ રહેતો જય અતુલભાઇ મકવાણા સુધી પહોંચે તે પહેલા એ બી ડી હોટલ પાસેથી પી સી બીની ટીમે કબ્જે કરી જય અતુલભાઇ મકવાણાની શોધ ખોળ હાથ ધરે છે.

