Morbi, તા.19
Morbiમાં સોમવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં સરતાનપર રોડ ઉપરથી યુવાનો એક્ટિવા લઈને જઇ રહ્યો હતો ત્યારે તેના એક્ટિવાને કારથી ટક્કર મારીને કારમાં આવેલ અજાણ્યા ત્રણ બૂકણીધારી શખ્સોએ આંખમાં મરચાંની ભૂકી છાંટીને તેમજ છરી બતાવીને યુવાન પાસે રોકડા 9.89 લાખ રૂપિયામાંથી 8,38,500 ની લૂંટ કરી હતી અને ત્યાર બાદ લૂંટારુઓ નાસી ગયા હતા જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
Morbi તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને છેલ્લા પાંચેક વર્ષથી મની ટ્રાન્સફરમાં કલેક્શનનું કમિશન ઉપર કામ કરતા ફારુક રજાકભાઈ સુમરા (26)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ગાડી નંબર જીજે 27 કે 1126માં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે .
જેમાં તેને જણાવ્યુ છે કે, Morbi તાલુકાના લાલપર તેમજ વાંકાનેર તાલુકાના ઢુવા, માટેલ અને સરતાનપર રોડ ઉપરના જુદા જુદા કલેક્શન સેન્ટરો ઉપરથી રોકડા રૂપિયા પોતાના થેલામાં લઈને તે પોતાનુ એક્ટિવા નંબર જીજે 36 એએન 5702 લઈને સરતાનપર રોડે આવેલ મોટો સીરામીકથી સેન્સો ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે ગાડી નંબર જીજે 27 કે 1126 લઈને આવેલ 3 અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા ફારુક સુમરાના એક્ટિવા સાથે કાર અથડાવીને અકસ્માત કરવામાં આવેલ હતો .
અને ત્યારબાદ કારમાં આવેલા શખ્સોએ તેની આંખમાં મરચાની ભૂકી નાખી હતી ત્રણ પૈકીનાં એક શખ્સે છરી બતાવી ફારૂક સુમરા પાસેથી 9.89 લાખ રૂપિયામાંથી 8,38,500 ની લૂંટ કરી હતી અને આરોપીઓ તેની કાર લઈને નાસી ગયા હતા જોકે, લૂંટ કરવા આવેલા શખ્સોની કારની એક બાજુની નંબર પ્લેટ ભોગ બનેલા યુવાને ગાડીમાંથી ખેંચી લીધી હતી જેથી હાલમાં પોલીસે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

