Morbi તા 19
મૂળ બિહારનો અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ સાહેબ ફાઇબર્સ નામના કારખાનાના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કેવલકુમાર સુરેન્દ્રભાઈ સદાય (20) નામનો યુવાન કારખાનામાં નાઈટ સ્ફિટમાં નોકરી કરી રહ્યો હતો.
ત્યારે ફિલ્ટર પ્રેસમાં પાણીની સફાઈ કરતા સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તે યુવાનને તાત્કાલિક પડધરી ખાતે આવેલા સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
