Morbi તા.19
મોરબીના કેનાલ રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં વૃદ્ધા પુત્રના બાઇકની પાછળ બેસીને જતા હતા અને ચક્કર આવતા પડી ગયા હોય મોરબી બાદ રાજકોટ લઇ જવાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ છે.
એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની લીલાપર ચોકડી પાવર હાઉસ પાસે રહેતા કંચનબેન નટુભાઈ ઘાંટલિયા નામના 57 વર્ષના વૃદ્ધા પોતાના પુત્રના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા.ત્યારે મોરબીના કેનાલ રોડ શ્રી ગણેશ પેટ્રોલ પંપ નજીક ચાલુ બાઈકમાં ચકકર આવતા પડી ગયા હોય સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સમર્થ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
મૂળ મધ્યપ્રદેશ અને હાલ નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં રહેતા શિવાનીબેન પવનકુમાર નામદેવ નામની 22 વર્ષીય મહિલાએ તેના ઘરે કોઈ અજાણી દવા પી લેતા તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો ત્રણ વર્ષનો અને એક સંતાન હોવાનું પોલીસે જણાવેલ છે.ે શિવાનીબેન ઘરમાં ફોન ઉપર વધુ પડતી વાત કરતા હોય તેમને ફોન કરવાની ના પાડી હતી અને મોબાઇલનો ઘા કરવામાં આવતા ફોન તૂટી ગયો હતો.તે વાતને લઈને લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલુ ભરી લીધું હતું.! જ્યારે લાલપર ગામે આવેલ ઓનેસ્ટ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ સાહિલ ફિરોજભાઈ જુણેજા નામના 20 વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
માળિયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામના પાટીયા પાસે વહેલી અકસ્માતમાં ભુપત ગગાભાઈ હાજાણી (33) તથા વાઘાભાઈ વિભાભાઈ વાળા (32) રહે.બંને સાપર (વેરાવળ) રાજકોટ ને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના ચૂંપણી ગામે ઝેરી દવા પી જતા ભીમાભાઇ રાયસંગભાઈ જેતાપરા નામના 51 વર્ષના આધેડને અત્રે મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા પોસીસ સ્ટાફના સંજયભાઈ બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
વાવડી ચોકડી નજીક કપિલા હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા જાવેદ રસુલભાઈ શાહમદાર (28) તથા યુસુફભાફ કરીનભાઈ શાહ (54) બંને રહે.મહેનગન્દ્રપરા ને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના વાતાવિરડા ગામે રહેતા આશાબેન રાજાભાઈ ઠાકોર નામની 29 વર્ષની મહિલા કોઈ કારણસર દવા પી ગયેલ હોય તેણીને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.

