Morbi તા. 19
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ઇટાલસ વિટ્રીફાઇડ નામના કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6923 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રકાશ રમેશભાઈ સોલંકી (23) રહે. ઊંચી માંડલ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .
તે ઉપરાંત મોરબીમાં સોઓરડી વરિયાનગર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 540 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ (32) રહે સોઓરડી વરિયાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

