Rajkot તા.19
થોરાળામાં ગળાફાંસો ખાઈ રવજીભાઈ મકવાણાએ આપઘાત કરી લેતા ચાકચાર મચી ગઈ હતી. પોતાના ઘરે આડીમાં દોરી બાંધી પગલું ભર્યું હતું. આપઘાતનું કારણ જાણવાના મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રવજીભાઇ દાનાભાઇ મકવાણા (ઉંમર વર્ષ 50, રહે.નવા થોરાળા, અવધ પાર્ક, શેરી 1, રાજકોટ) આજે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
સ્થળ પર પહોંચેલ 108 ના ઈએમટીએ રવજીભાઈને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, ઓરડીમાં લાકડાની આડીમાં દોરી બાંધીને રવજીભાઈ આ પગલું ભર્યું હતું. મૃતક બે ભાઈ અને ત્રણ બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક દીકરો છે પોતે મજૂરી કામ કરતા હતા. કયા કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
