ટેકનિકલી રોમકોમમાં એવો સુવિધાઓ વચ્ચે જીવતો માણસ હોય છે, જેને બધું મળ્યું છે છતાં પણ તે મુંઝવણમાં છે
Mumbai, તા.૨૧
Saif Ali Khan લાંબા સમયથી બોલિવૂડની સૌથી લોકપ્રિય રોમેન્ટિક કોમેડી ફિલ્મો સાથે જોડાયેલો રહ્યો છે. જોકે હવે તેનું માનવું છે કે પરંપરાગત રોમકોમ શૈલી આજના દર્શકો સાથે પહેલા જેવી રીતે જોડાઈ શકતી નથી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સૈફે ભારતીય સિનેમામાં બદલાતા રોમેન્ટિક કોમેડીના ટ્રેન્ડ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સમજાવ્યું કે કેમ તેને લાગે છે કે આ શૈલી ધીમે ધીમે દર્શકોને પસંદ નથી પડી રહી અને ખાસ ચાલતી પણ નથી.પોતાની કારકિર્દી વિશે વાત કરતાં Saif Ali Khan કહ્યું, “મને રોમકોમ્સ કરવી બહુ ગમતી હતી, પરંતુ મને લાગે છે કે ભારતીય સિનેમામાં તે એક પ્રકારની વિશેષતા હતી, જે કદાચ મારી સાથે જ શરૂ થઈ અને પુરી પણ થઈ ગઈ. મને લાગે છે કે રોમકોમ્સ એક નિષ્ફળ પ્રયોગ છે, ભલે તે ખુબ સુંદર રહ્યો હોય.”સૈફે આગળ જણાવ્યું કે પ્રેમકથાઓ પ્રત્યે દર્શકોની અપેક્ષાઓ વર્ષોથી ઘણી બદલાઈ ગઈ છે. તેના જણાવ્યા અનુસાર આજના દર્શકો હવે સુવિધાઓ વચ્ચે જીવતા શહેરી મુશ્કેલીઓમાં આગળ વધતા યુવાનો પર આધારિત વાર્તાઓ કરતાં ભાવનાત્મક ઊંડાણ અને પોતાને સ્પર્ષી શકે એવાં પાત્રો શોધી રહ્યા છે.તેણે કહ્યું, “ભારતીય સમાજમાં પ્રેમકથા માટેની ઇચ્છા વધુ ઊંડાણ સાથે હાજર છે.
ટેકનિકલી રોમકોમમાં એવો સુવિધાઓ વચ્ચે જીવતો માણસ હોય છે, જેને બધું મળ્યું છે છતાં પણ તે મુંઝવણમાં છે. હવે લોકો એવા પાત્રો સાથે પોતાની જાતને જોડી શકતા નથી. તેઓ વિચારે છે કે આ માણસની સમસ્યા શું છે?” સૈફ અલી ખાને સ્વીકાર્યું કે ઉંમર અને જીવનના અનુભવો સ્ક્રીન પર આવા પાત્રોને જોવાની દ્રષ્ટિ બદલી નાખે છે. પત્ની કરીના કપૂર ખાન સાથેનો એક રમુજી પ્રસંગ યાદ કરતા સૈફે કહ્યું, “મારી પત્નીએ મને કહ્યું કે હવે તો તારી પરિસ્થિતિઓ યોગ્ય રીતે ગોઠવાઈ ગઈ હોવી જોઈએ, તું હજુ પણ મુંઝવણમાં જીવતાં માણસોના પાત્રો કેવી રીતે ભજવી શકે?”તેણે મજાકમાં ઉમેર્યું કે હવે આગામી પેઢીએ રોમકોમની પરંપરા આગળ વધારવી જોઈએ. “હવે ઇબ્રાહીમ અલી ખાને વધુ રોમકોમ્સ કરવી જોઈએ, આખરે આ તો અમારો ફેમિલી બિઝનેસ છે.” રોમકોમ ફિલ્મોના ઘટાડા વિશે પોતાના અવલોકનો હોવા છતાં, સૈફે સ્પષ્ટ કર્યું કે તેને આજે પણ રોમેન્ટિક કોમેડી ફિલ્મો પ્રત્યે ખુબ લગાવ છે અને ભવિષ્યમાં ફરી એક લવ સ્ટોરી કરવા માટે તે તૈયાર છે. તેણે કહ્યું, “મને એ ફિલ્મો ખુબ ગમતી હતી અને તે મારા માટે બહુ મહત્વ ધરાવે છે. એમાં કામ કરીને મને બહુ આનંદ આવતો હતો. હું ફરી એક લવ સ્ટોરી કરવા માગું છું, અથવા એવી કોમેડી જે અંતે રોમાંસ સુધી પહોંચે. મને લાગે છે કે મારી અંદર હજુ પણ એક રોમકોમ બાકી છે.”

