યુવકે સગાઈ ફોક કરવાની વાત કરતા યુવતી તેના માતા-પિતા સાથે ઘરે ધસી જઈ,માથાકૂટ દરમિયાન ઘટી ઘટના
Porbandar તા.21:
Porbandarમા યુવતીએ સગાઈ તોડવા જેવી બાબતને લઈને પોતાના સાસરિયાંઓ સાથે ઝઘડો કર્યો હતો એટલું જ નહીં આ યુવતીએ પોતાના માતા પિતા સાથે મળી પોતાની જ થનારી નણંદને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બનાવની વિગત એવી છે કે Porbandar શહેરના ફાયર બ્રિગેડની સામે શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ નજીક નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થોડા સમય પહેલા થઈ હતી પરંતુ સુહાસી રાયચુરા વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડો અને ગાળા ગાળો કરતી હતી. જેને લઈને સુવાસી સાથે હિત સગાઈ તોડવા માંગતો હતો આ સગાઈ તોડવા બાબતની હિતે વાત કરતા તેનું મન દુ:ખ રાખી સુહાસી હિતના ઘરે પહોંચી હતી અને તેના પરિવાર સાથે ઝઘડા કરવા લાગી હતી અને ત્યારબાદ તેણે પોતાના પિતા જગદીશ રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરા ને પણ બોલાવી લીધા હતા. બાદમાં સુહાસી અને તેના પિતા જગદીશ અને શિલ્પાબેન સહિતનાઓ હિતના પરિવાર પર તૂટી પડ્યા હતા. માર મારવા લાગ્યા હતા હિતના અને હિતના મમ્મી અને પપ્પાને સુહાસી અને તેનો પરિવાર ઢોર મારતો તો તેવા સમયે હિતના મોટા બહેન વૃંદાબેન વિશાલભાઈ નિર્મળ વચ્ચે પડતા તેને ધક્કો મારી કબાટમાં ભટકાડી દીધા હતા જેના કારણે વૃંદાબેન ને ગંભીર ઈજા પહોંચતા વૃંદાબેનને તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના બનતા લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ કમલાબાગ પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચે સમગ્ર બનાવમા ભાવી પુત્રવધુ સુહાસી તેના પિતા જગદીશ અને માતા શિલ્પાબેન સામે હત્યા સહિતના ગુનોં નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

