Palanpur ,તા.૨૧
સરહદી જિલ્લા વાવ-થરાદમાં Drugsના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. વાવ-થરાદ એસઓજી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના એમડી Drugs સાથે ૩ શખ્સોની ધરપકડ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલા આરોપીઓમાં થરાદ નગરપાલિકાના ભાજપના નગરસેવકનો ભાઈ પણ સામેલ છે.
વાવ-થરાદ એસ.ઓ.જી.ની ટીમે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકી હતી. જ્યારે કારની તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી અંદાજે ૨,૦૦,૨૫૦ રૂપિયાની કિંમતનું ૬૬.૭૫ ગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી Drugs મળી આવ્યું છે. પોલીસે Drugs, કાર અને અન્ય સામગ્રી મળીને કુલ ૭,૧૨,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ હાઈપ્રોફાઈલ Drugs કેસમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં સુરેશભાઈ, રાણારામ અને બાબુભાઈનો સમાવેશ થાય છે. આ ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. કારણ કે, ઝડપાયેલો મુખ્ય આરોપી સુરેશ, થરાદ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર (નગરસેવક)નો સગો ભાઈ છે. એટલું જ નહીં, પકડાયેલો અન્ય આરોપી બાબુ પણ ભાજપ સાથે સંકળાયેલો કાર્યકર હોવાની સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.
વાવ થરાદ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે આઈજી રક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રબારી અને પીએસઆઈ પી.વી. ધોકડિયાની ટીમે વાવ-થરાદ હાઈવે પરથી થરાદ તરફ આવતી સ્વિફ્ટ કારને રોકીને આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રાણારામ પાસેથી આ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને થરાદ વિસ્તારમાં પહોંચાડવા અને મંગાવવામાં સુરેશ અને બાબુની સંડોવણી હતી. હાલ તો થરાદ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પરંતુ સવાલ એ છે કે, આ નશાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે? આ ડ્રગ્સ ક્યાંથી લવાયું હતું અને કોને સપ્લાય કરવાનું હતું? પોલીસ હાલ આ સમગ્ર સપ્લાય ચેઈનનો પર્દાફાશ કરવા વધુ તપાસ ચલાવી રહી છે. રાજકીય કનેક્શન ધરાવતા લોકોના નામ ડ્રગ્સ કેસમાં સામે આવતા હવે અનેક સવાલો ઉભા થયા છે. જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ નશાના કાળા કારોબારના મૂળ ક્યાં સુધી પહોંચે છે.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

