મહેશ સાવલિયા પ્રમુખ અને ગુલાબબેન વાળા ઉપપ્રમુખ તરીકે વરાયા, તાલુકા પંચાયતમાં ભાજપે હોદેદારોની વરણી પૂર્ણ કરી
milap ruparel, Amreli તા.25
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખના હોમટાઉન ધારી તાલુકા પંચાયતમાં ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી દરમિયાન ભાજપે બહુમતીના બળ પર સત્તા હાંસલ કરી હતી.
ધારી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મહેશ સાવલિયાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદે ગુલાબબેન વાળાની પસંદગી કરવામાં આવી હતી. હોદેદારોની વરણી પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.તાલુકા પંચાયતમાં ભાજપે સંગઠનાત્મક એકતા અને બહુમતીના આધારે સત્તા જાળવી રાખતાં જિલ્લા રાજકારણમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

