Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?
    • ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,
    • અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!
    • 18 જૂનનું પંચાંગ
    • 18 જૂનનું રાશિફળ
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajula તથા હીડોરંણા વિસ્તારમા ટ્રકમાથી બેટરી ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલાયો
    સૌરાષ્ટ્ર

    Rajula તથા હીડોરંણા વિસ્તારમા ટ્રકમાથી બેટરી ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૭

    ગત તા.૧૩ ના રાત્રીના ૧૨ વાગ્યાથી તા.૧૪ ના સવારના ૧૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજુલા તાલુકાના હીડોરંણા ગામ આવેલ હાઇવે ઉપર રોડની સાઇડમા પાર્ક કરેલ ટ્રકોમાંથી કોઇક અજાણ્યા ચોર ઇસમો બેટરીની ચોરી કરી  લઇ ગયેલ હોય, અને રાજુલા ટાઉન વિસ્તારમાંથી પણ વાહનોમાંથી બેટરીની ચોરીના બનાવ બનેલ હોય, અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૨ નંગ બેટરીની કીમંત રૂપિયા ૭૮,૦૪૦ ના મુદામાલ ચોરી થયેલ હતી. જે અંગે રાજુલા પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૦૩(૨) તથા ૫૪ મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.

    આ ગુન્હાને ગંભીરતાથી લઇ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ ચોરીના ગુન્હાઓના આરોપીઓ શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હાઓનાં ભેદ ઉકેલવા સુચના આપેલ હતી.જેથી રાજુલા પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. વી.એમ. કોલાદરાએ ગુન્હાનો ભેદ ઉકેલવા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તેમની સુચના અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરા તપાસવામાં આવેલ હતા. અને તેના આધારે શંકમદ ઇસમોની પુછપરછ પણ કરેલ હતી. અને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા જોતા તેમાં એક શંકાસ્પદ કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી જોવામા આવેલ હતી. ફોરવ્હીલ ગાડીને અલગ અલગ એંગલથી જોતા અજાણ્યા ચોર ઇસમો આ ગાડીમાથી ઉતરી અને પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરી ચોરી કરતા જોવા મળેલ હતા.

    જેથી આ ફોર વ્હીલગાડી ગાડી અને ઇસમો બાબતે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા એક ઇસમ સાવરકુંડલાનો અખ્તર અબ્દુલકાદરભાઇ જીરૂકા હોવાનુ જાણવા મળેલ જેથી રાજુલા પોલીસ ટીમ દ્વારા આરોપીઓને પકડી પૂછપરછ કરી રાજકોટના તવક્કલ ચોક, શેરીનં-૩ માં રહેતા અરમાન સુલેમાનભાઇ ડેલા તથા રાજુલામાં રહેતા જુબેરભાઇ સિકંદરભાઇ જીરૂકા નામના ઇસમોને પકડી પાડી અને ચોરી કરેલ તમામ બેટરી નંગ-૧૨ કીમત રૂપિયા ૭૮,૦૪૦ તથા ચોરીમા ઉપયોગ કરેલ કાર કીમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૭૮,૦૪૦ નો મુદામાાલ કબ્જે કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ઉપરોકત આરોપીઓ રાત્રીના ભેગા થઇ અને ફોર વ્હીલ ગાડીમાં આવી અને હાઈવે રોડ પર પાર્ક કરેલ મોટા વાહનો જેવા કે ટ્રક જેમાં લગાવેલ કીમંતી બેટરીઓને નીશાન બનાવી અને ટ્રકમાથી બેટરી કાઢી અને ફોર વ્હીલમાં બેટરી લઇ અને ચોરી કરી નાસી જઇ ગુન્હો આચરતા હતા.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં બી.ઓ.બી.ના ખાતાધારક સામે રૂ. ૬.૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડની ફરિયાદ

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Babra ના કોટડાપીઠા ગામની સીમમાંથી વિદેશી દારૂની ૧૩૨૦ બોટલ, રૂા.૯,૩૫,૭૫૮નો મુદ્દામાલ ઝડપાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Vadia મામલતદાર ની અનાજ માફિયાઓ સામે લાલ આંખ, બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપ્યો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Mangrol હનુમાન મંદિર ખાતે આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026

    18 જૂનનું રાશિફળ

    June 17, 2026

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.