(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૭
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ તેમજ લાઠી વિભાગીય પોલીસ અધિકારીને મળેલ બાતમીના આધારે અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ છે.
જે અન્વયે બાબરા પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ. આર.આર. પરમારની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના કોટડાપીઠા આઉટ પોસ્ટનો પોલીસ સ્ટાફે બાબરા તાલુકાના કોટડાપીઠા ગામથી રાયપર ગામના જુના માર્ગૅ આવેલ આરોપી પ્રવિણભાઇ મેપાભાઇ ચૌહાણ, (રહે. કોટડાપીઠા) વાળાના કબ્જા ભોગવટાવાળી વાડી-ખેતરની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને આરોપી પ્રવિણભાઇ મેપાભાઇ ચૌહાણ તથા આરોપી મહાવિર જગુભાઇ પટગીર (રહે. બન્ને કોટડાપીઠા) વાળાએ ભાગીદારીમાં કુલ બોટલ નંગ ૯૨૪ કિમત રૂા.૬,૪૩,૧૦૪ તથા ૭૫૦ ની કુલ બોટલ નંગ ૩૯૬ કિમત રૂપિયા ૨,૯૨,૬૪૪ મળી કુલ બોટલ નંગ-૧૩૨૦ કિમત રૂા.૯,૩૫,૭૫૮ નો મુદ્દામાલ વાડીની ઓરડીમાં રાખી વેચાણ તથા હેરાફેરી કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરતા હોય, આ રેઇડ દરમ્યાન બન્ને ઇસમો હાજર નહી મળી આવેલ ન હોય, જેથી તેઓના વિરૂધ્ધમાં બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી બંનેને ઝડપી પાડવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

