(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૭ઃ
Morbi -કચ્છ નેશનલ હાઈવે પર આવેલ હોટેલના ગ્રાઉન્ડમાં સફેદ માટી ભરેલા ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૪૬૮ બોટલ અને ૨૩૨ નંગ ચપલાનો જથ્થો ઝડપી લઈને પોલીસે ટ્રક સહીત કુલ રૂ ૩૪.૨૧ લાખનો મુદામાલ કબજે લીધો છે ટ્રક ચાલક મળી આવ્યો ના હતો
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન Morbi કચ્છ નેશનલ હાઈવે પર વિદરકા ગામના પાટિયા પાસે આવેલ ડીસન્ટ હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેઇલર આરજે ૧૯ જીઈ ૯૧૧૪ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેથી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો રેઢા પડેલા ટ્રકની તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની દારૂની ૪૬૮ બોટલ કીમત રૂ ૩,૭૦,૪૧૬ અને ૨૩૨ નંગ ચપલા કીમત રૂ ૫૦,૮૮૦ મળીને રૂ ૪,૨૧,૨૯૬ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક ટ્રેઇલર સહીત કુલ રૂ ૩૪,૨૧,૨૯૬ નો મુદામાલ કબજે લીધો છે ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો જેથી માળિયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે
Trending
- મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
- “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
- 05 જૂનનું પંચાંગ
- 05 જૂનનું રાશિફળ
- PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
- Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
- Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
- 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

