છગનભાઈ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
Harpalsinh Jadeja
Rajkot તા,27
શહેરના નાના મૌવા નજીક રાધાકૃષ્ણ નગરમાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખાતે ખસેવામાં આવતા તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે માલવીયા નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ નાના-મોવા મેઈન રોડ પર રાજનગર ચોક નજીક રાધાકૃષ્ણ નગરમાં રહેતા છગનભાઈ લાલજીભાઈ પીપરવા ઉંમર વર્ષ 60 વર્ષીય વૃદ્ધે ગઈકાલે પોતાના ઘરે બીમારીથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા સારવાર મળે તે પહેલા જ તબીબે વૃદ્ધને મૃત જાહેર કરતા ઘટના સ્થળે માલવીયા નગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે વૃદ્ધ પોતે કુંવારા હતા અને પોતે એક ભાઈ ત્રણ બેન માં વચેટ હતા વૃદ્ધના મોત થી પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે વધુ તપાસ માલવિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.એચ ટી પરમાર ચાલવી રહ્યાં છે

