વાયુ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા વાહનો ચાલકો સામે પોલીસ આકરા પાણીએ
Harpalsinh Jadeja
Rajkot તા,27
Rajkot માં દિનપ્રતિદિન વધતી ટ્રાફિક સમસ્યાનું મૂળ તો આડેધડ પાર્ક કરેલા વાહનો છે.મુખ્ય માર્ગો,બજારોમાં ગમે તે સ્થળે વાહનો પાર્ક કરી દેવાથી લોકોને આવ જા કરવામાં મુશ્કેલી પડતી હોય છે.વાહનોમાંથી નીકળતા ધુમાડા વાયુ પ્રદૂષણ અને વાહનોમાં વાગતા મ્યુઝિક ધ્વનિ પ્રદૂષણ કરે છે.આવી સમસ્યાઓ વધતી અટકાવવા પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવે છે ત્યારે ભક્તિનગર પોલીસે સોરઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં ટ્રાફિક જામ કરતી આડેધડ પાર્ક કરેલ રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી હતી
Rajkot શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે ટ્રાફિક ડ્રાઇવ ચલાવી હતી. જેમા પોલીસે સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલ પવનપુત્ર ચોક, મોમાઈ હોટલ સામે જાહેર રોડ પર અડચણ રૂપ બને તેમ પાર્ક કરેલ સાત રિક્ષાને પકડી રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી હતી.

